કોંગ્રેસના શાસનમાં ખેડૂતોની હાલત કફોડી હતી, કોંગ્રેસે જનાધાર ગુમાવ્યો છે: પ્રદિપસિંહ

New Update
કોંગ્રેસના શાસનમાં ખેડૂતોની હાલત કફોડી હતી, કોંગ્રેસે જનાધાર ગુમાવ્યો છે: પ્રદિપસિંહ

મગફળી કૌભાંડને મામલે રાજકોટમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની પ્રેસ કોન્ફરન્સ

સૌરાષ્ટ્રમાં બહુ ગાજેલા મગફળી કૌભાંડને લઈને આજે રાજકોટમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પ્રદિપસિંહે જણાવ્યું હતું કે, વિપક્ષ ઉપવાસના નાટકો બંધ કરે. કારણ કે, કોંગ્રેસના શાસનમાં ખેડૂતોની હાલત કફોડી હતી. અને નાફેડના ચેરમેન વાઘજી બોડા સરકાર પર દોષનો ટોપલો નાખી રહ્યા છે.

પ્રદિપસિંહે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને રજૂઆત કરી અને નાફેડ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી. કોંગ્રેસ જનાધાર ગુમાવ્યો છે. 2019માં જનાધાર મેળવવા ખેડૂતોને ગુમરાહ કરવા નાટક કરવામાં આવે છે. કુલ ખરીદીની 50 ટકા મગફળીનું વેચાણ થઇ ગયું છે. મગફળી વેચાતી જશે અને તેમાં જો ભેળસેળના પ્રશ્નો હશે તો સામે આવશે. હાપામાં બનાવ બન્યો તેની તપાસ ચાલુ છે, શાપરની તપાસ એફએસએલના રિપોર્ટના કારણે અટકી છે. મગફળીની બોરી સળગી તેમાં પણ તેમાં પણ તપાસ ચાલુ છે અને એફએસએલની મદદથી પૂરતા પુરાવા એકત્રિત કરી કડકમાં કડક પગલા લેવામાં આવશે.

તો જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી મગફળી મુદ્દે વિરોધપક્ષ રાજકારણ કરી રહ્યું છે. ખેડૂતોને 3700 કરોડ ચૂકવી દેવામાં આવ્યા છે. ઉપવાસ પર બેસી ગેરમાર્ગે દોરવાનું વિરોધપક્ષ બંધ કરે. 3700 કરોડની ખરીદી કરવામાં આવી તો 4000 કરોડનો ભ્રષ્ટાચાર કેવી રીતે કહેવાય. અભ્યાસ કર્યા વગર કોંગ્રેસ ખોટા આક્ષેપો કરી રહી છે.

Latest Stories