Connect Gujarat
Featured

કોરોનાને મ્હાત આપવા વેકસીનેશનની ડ્રાય રન, દેશવાસીઓને વિનામુલ્યે અપાશે કોરોનાની રસી

કોરોનાને મ્હાત આપવા વેકસીનેશનની ડ્રાય રન, દેશવાસીઓને વિનામુલ્યે અપાશે કોરોનાની રસી
X

જાન્યુઆરી મહિનામાં ભારત દેશમાં કોરોનાનો પ્રથમ દર્દી મળી આવ્યો હતો. છેલ્લા એક વર્ષ ઉપરાંતથી કોરોનાની રસી શોધવા માટેની કવાયત ચાલી રહી છે ત્યારે શનિવારના રોજ દેશભરમાં ડ્રાય રન યોજવામાં આવી હતી.

Click on Link for Video : https://fb.watch/2M8rtv4-yA/

કોરોના વેક્સિન માટે ઘણાં રાજ્યોમાં ડ્રાય રન સફળ રહ્યો છે.કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને GTB હોસ્પિટલ જઈને તૈયારીઓનો તાગ મેળવ્યો હતો. તેમણ જણાવ્યું હતું કે, સુરક્ષિત અને અસરકારક વેક્સિન અમારી પ્રાથમિકતા છે. વેક્સિન દિલ્હીમાં જ નહીં, આખા દેશમાં લોકોને કોરોનાની વેકસીન મફતમાં આપવામાં આવશે. પહેલા તબક્કામાં આ 3 કરોડ લોકોને ફ્રીમાં મળશે. જેમાં 1 કરોડ હેલ્થકેર વર્કર્સ અને 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ સામેલ થશે.

ગુજરાતમાં આણંદ, વલસાડ, સુરત, ભાવનગર અને દાહોદની ડ્રાય રન માટે પસંદગી કરવામાં આવી હતી. ડ્રાય રનની પ્રોસેસમાં વેક્સિનેશન ઉપરાંત ચાર સ્ટેપ સામેલ કરવામાં આવ્યાં હતાં. જેમાં બેનિફિશિયરી(જે લોકોને ડમી વેક્સિન લગાવવાની છે)ની માહિતી જ્યાં વેક્સિન આપવાની છે એ જગ્યાની માહિતી, સ્થળ પર ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન અને વેક્સિનેશનની મોક ડ્રિલ અને રિપોર્ટિંગની માહિતી અપલોડ કરવાનું સામેલ છે. ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ ડ્રાયરનની કામગીરી કરવામાં આવી હતી.

Next Story