Connect Gujarat
Featured

કોરોનાનો કહેર : ભારત કેસની સંખ્યાઓમાં બ્રાઝિલ કરતાં આગળ નીકળી ગયું

કોરોનાનો કહેર : ભારત કેસની સંખ્યાઓમાં બ્રાઝિલ કરતાં આગળ નીકળી ગયું
X

ભારત દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનાથી લોકડાઉન કરવામાં આવ્યું છે પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઘટવાના બદલે લગાતાર વધતી રહી છે. કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ભારત હવે બ્રાઝિલ કરતાં પણ આગળ નીકળી ગયું છે.

વિશ્વમાં અત્યારે સંક્રમણના સૌથી વધારે કેસ અમેરિકામાં છે. અમેરીકા બાદ હવે ભારત વિશ્વનો બીજા ક્રમનો સૌથી વધારે કોરોના સંક્રમિત દેશ બની ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયસરના 41 લાખથી વધારે કેસ સામે આવી ચુક્યા છે. બ્રાઝીલ 40 લાખ 91 હજાર કેસ સાથે વિશ્વમાં સૌથી વધારે સંક્રમિતોની સંખ્યા ધરાવતો ત્રીજા ક્રમનો દેશ છે. ભારતમાં દર્દીની સંખ્યા આ જ ગતિથી વધતી રહેશે તો નવેમ્બર સુધીમાં આંકડો એક કરોડ અને વર્ષના અંત ભાગ સુધીમાં એક કરોડ 40 લાખથી વધારે થઈ શકે છે. જ્યારે 1 લાખ 76 હજારથી વધારે લોકો જીવ ગુમાવી શકે છે.અમેરિકા અને બ્રાઝીલમાં દરરોજ સરેરાશ 40થી 45 હજાર નવા કેસ સામે આવી રહયાં છે. ભારતમાં અત્યાર સુધીમાં 41 લાખથી વધારે કેસ આવી ચુક્યા છે. દેશમાં દરરોજ 85 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે.

Next Story