Connect Gujarat
Featured

રાજયની છ મહાનગરપાલિકામાં ટુંક સમયમાં શરૂ થશે મતગણતરી, પહેલાં બેલેટ પેપરના વોટની થશે ગણતરી

રાજયની છ મહાનગરપાલિકામાં ટુંક સમયમાં શરૂ થશે મતગણતરી, પહેલાં બેલેટ પેપરના વોટની થશે ગણતરી
X

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકા માટે રવિવારના રોજ મતદાન થયું હતું. હવે ટુંક સમયમાં મતગણતરીનો પ્રારંભ થશે. મતગણતરીમાં સૌથી પહેલાં પોસ્ટલ બેલેટથી કરાયેલાં મતદાનના મતોની ગણતરી કરવામાં આવશે ત્યાર બાદ ઇવીએમના મત ગણવામાં આવશે. રાજયની તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપનું શાસન છે ત્યારે મતદારોએ પુનરાવર્તન માટે મતદાન કર્યું છે કે પરિવર્તન માટે તે બપોર સુધીમાં ખબર પડી જશે...

રવિવારના મતદાન બાદ ઇવીએમને વિવિધ જગ્યાએ ઉભા કરવામાં આવેલાં સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવ્યાં છે. આજે વહેલી સવારથી મતગણતરી અધિકારી તેમજ રાજકીય પક્ષોના આગેવાનો સ્થળ પર આવી પહોંચ્યા છે. જ્યારે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો મતગણતરી સ્થળની બહાર ધીમે ધીમે આવી રહ્યા છે.સૌથી પહેલા બેલેટ પેપરથી મતદાન કર્યા હશે તેમની મતગણતરી થશે, ત્યારબાદ EVM ખુલ્યા બાદ તેની મતગણતરી શરૂ કરવામાં આવશે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરેરાશ 46 ટકા મતદાન થયું હતું. જેની આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. 6 મનપાના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના કુલ 144 વોર્ડના 575 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે. 6 મનપાના કુલ 144 વોર્ડમાં 576 બેઠકો માટે હવે 2276 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આમ આદમી પાર્ટીના 419 અને 226 અપક્ષ તથા અન્ય પક્ષોનો સમાવેશ થાય છે.

Next Story