Connect Gujarat
Featured

CO-WIN એપ્લિકેશનમાં હવે સ્થળ પર નોંધણીની સુવિધા મળશે, આરોગ્ય મંત્રાલયે કર્યા રજીસ્ટ્રેશનમા ફેરફાર, જાણો વધુ

CO-WIN એપ્લિકેશનમાં હવે સ્થળ પર નોંધણીની સુવિધા મળશે, આરોગ્ય મંત્રાલયે કર્યા રજીસ્ટ્રેશનમા ફેરફાર, જાણો વધુ
X

કોરોના રસી લેતા લોકોમાં સંકોચને જોઈ આરોગ્ય મંત્રાલયે બાહર પડેલા નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. હવે રાજ્યમાં રસી મેળવવા માટે સ્થળ પર નોંધણીની સુવિધા પણ આપવામાં આવી છે. જો કે પહેલાથી નોંધાયેલા આરોગ્ય કર્મચારીઓને આમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

આ પહેલા CO-WIN એપ્લિકેશનમાં સ્થળ પર નોંધણી નહોતી. હવે, હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્ય કર્મચારીઓની ઓછી ભીડને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ એપ્લિકેશનમાં ફેરફાર કર્યા છે. રાજ્યોને હવે તેમાં સ્થળ પર નોંધણી કરવાની સુવિધા આપવામાં આવી છે. કોવિડ -19 રસીકરણના એમ્પાવર્ડ ગ્રૂપના પ્રમુખ ડો. શર્માના જણાવ્યા અનુસાર, "દરેક કેન્દ્ર પર દરરોજ સરેરાશ 100 લોકોને રસી આપવામાં આવી છે. પરંતુ કેટલાક કેન્દ્રો પર બહુ ઓછા લોકો રસીકરણ માટે આવતા હોય છે. આને ધ્યાનમાં રાખીને અમે એપ્લિકેશનમાં કેટલાક ફેરફારો કર્યા છે. હવે અન્ય તારીખે રસી માટે નોંધાયેલા આરોગ્ય કર્મચારીઓ પણ સ્થળ પર જ રસી મેળવવા માટે તે જ દિવસે તેમના નામ દાખલ કરી શકશે.”

ડો.આર.એસ. શર્માએ કહ્યું, "આ પરિવર્તન એક ઉત્તમ પગલું છે. રસી આપવા માટે ઘણા બધા કર્મચારીઓ અને અન્ય સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો લોકો અપેક્ષા મુજબ રસીકરણ માટે નહીં આવે તો આ સંસાધનો વ્યર્થ જશે. નિશ્ચિત સંખ્યાને દરરોજ રસી આપવી પડે છે. તેથી આ સંસાધનોનો બગાડ થતો અટકાવવી તે અમારી પ્રાથમિકતા છે. જો કે તે દિવસ માટે નોંધણી કરાવનારા ફક્ત આરોગ્ય કાર્યકરોને પહેલા રસી આપવામાં આવશે."

Next Story