Connect Gujarat
દેશ

ક્રિકેટ : આકરી ટીકા કરનારાઓને વિરાટની ટીમનો હરહરતો જવાબ, કાંગારૂઓને આપી માત

ક્રિકેટ : આકરી ટીકા કરનારાઓને વિરાટની ટીમનો હરહરતો જવાબ, કાંગારૂઓને આપી માત
X

ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડે હાર્યા બાદ ભારતીય

ક્રિકેટ ટીમની આકરી ટીકા થતી હતી પરંતુ વિરાટ કોહલીની ટીમે વળતો પ્રહાર કરવાની

સાથે સાથે ટીકાકારોને ચૂપ કરી દેતી રમત દાખવીને રવિવારે રમાયેલી ત્રીજી વન-ડે

ક્રિકેટ મેચમાં સાત વિકેટે ભવ્ય વિજય પ્રાપ્ત કરવાની સાથે ત્રણ મેચની વન-ડે

સિરીઝ 2-1થી જીતી

લીધી હતી.

રવિવારે અહીંના એમ. ચિન્નાસ્વામી

સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં

286 રનનો

ટારગેટ આપ્યો હતો, જે ભારતે 47.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને વટાવી

દીધો હતો.

રોહિત શર્માની 119 રનની ધમાકેદાર બેટિંગ

રોહિત શર્મા 2019ના વર્ષનો સૌથી સફળ બેટ્સમેન હતો અને તેણે પોતાનું ફોર્મ નવા વર્ષે પણ જાળવી રાખી આ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. રોહિત શર્માએ 92.97ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને 128 બોલમાં 119 રન ફટકાર્યા હતા. રોહિતના 119 રન ઉપરાંત વિરાટ કોહલીએ શાનદાર 89 રન ફટકાર્યા હતા. શ્રેયસ ઐય્યરે અંતભાગમાં ઝંઝાવાતી 44 રન ફટકાર્યા હતા.

https://twitter.com/BCCI/status/1218923052311801856?s=20

Next Story