Connect Gujarat
Featured

દાહોદ: રૂ. 1.49 કરોડથી વધુના દારૂના જથ્થાનો નાશ, દેશી દારૂના ડ્રમ પર જેસીબી અને વિદેશી દારૂની બોટલો પર બુલડોરઝર ફેરવાયું

દાહોદ: રૂ. 1.49 કરોડથી વધુના દારૂના જથ્થાનો નાશ, દેશી દારૂના ડ્રમ પર જેસીબી અને વિદેશી દારૂની બોટલો પર બુલડોરઝર ફેરવાયું
X

દાહોદ જિલ્લા પોલીસે જિલ્લાભરમાંથી પકડેલા કરોડો રૂપિયાના દેશી અને વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. જેમાં દેશી દારૂના ડ્રમ ઉપર જેસીબી અને વિદેશી દારૂની બોટલો ઉપર બુલડોરઝર ફેરવ્યું હતું.

ગુજરાતમાં દારૂ બંધી હોવાના કારણે સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દારૂનો વેપલો કરતાં બુટલેગરો અવારનવાર ગેરકાયદેસર રીતે ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે, ત્યારે દાહોદ જિલ્લા પોલીસે પકડેલા કરોડો રૂપિયાના દેશી અને વિદેશી દારૂનો નામદાર કોર્ટમાથી મંજૂરી મેળવીને નાશ કરવામાં આવ્યો હતો.

દાહોદ તાલુકાના છાપરી ગામે પીસીસીના ખુલ્લા મેદાનમાં દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો, જ્યાં દાહોદ પ્રાંત અધિકારી, દાહોદ મામલતદાર, દાહોદ તાલુકા પોલીસ અને નશાબંધી ખાતાના અધિકારીઓની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. દાહોદ તાલુકા પોલીસે વર્ષ 2017થી લઈને અત્યાર સુધી 521 પ્રોહીબિશનના ગુના નોંધ્યા હતા. જેમાં 1,74,523 નંગ દેશી અને વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. આ તમામ દારૂના જથ્થાની કુલ કિંમત 1,49,65,758 રૂપિયાના મુદ્દામાલનો નાશ કરાયો હતો. જ્યારબાદ બાદ દારૂની બોટલોના ખાલી કવરો અને બોક્સને પણ સળગાવી દેવામાં આવ્યા હતા.

Next Story