Connect Gujarat
ગુજરાત

દાહોદ: કોરોના વાયરસની મહામારી વચ્ચે સોશિયલડિસ્ટન્સિંગ સાથે યોજાઈ રથયાત્રા

દાહોદ: કોરોના વાયરસની મહામારી વચ્ચે સોશિયલડિસ્ટન્સિંગ સાથે યોજાઈ રથયાત્રા
X

દાહોદમાં કોરોના મહામારી વચ્ચેની પરિસ્થિતમાં પણ શ્રી રણછોડરાયજી મંદિર ખાતેથી રથયાત્રાના પવિત્ર પર્વને સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે ધામધૂમથી ઉજવવામાં આવી.

કોરોના મહામારી વચ્ચે દાહોદમાં સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે રથયાત્રા કાઢવામાં આવી. રણછોડજી મંદિરમાં વહેલી સવારના ૦૫:૦૦ કલાકે મહાનુભાવો દ્વારા બલભદ્રજી, સુભદ્રાજી અને જગન્નાથજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ ૦૭:૩૦ વાગે ભગવાનને તેમના સ્થાન ઉપર બિરાજમાન કરી આરતી કરવામાં આવી.

નગર પાલિકા પ્રમુખ અને અન્ય સભ્યો દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી. ત્યાર બાદ કરાટેની ટીમ દ્વારા ભગવાન બલભદ્રજી, સુભદ્રાજી અને જગન્નાથજીને પુષ્પમાળા અર્પણ કરાઈ. શ્રી રણછોડરાયજી મંદિર સુધી ભગવાનના રથને ખેંચીને વિધિ પૂર્ણ કરવામાં આવી. ત્યારબાદ દરેક નગરજનો માટે ભગવાનના દર્શન માટે રથને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અને દરેક નગરજનોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી.

Next Story