Connect Gujarat
ગુજરાત

દાહોદ : ગુંગરડી ગામે ચાર બાળકીઓ પશુ ચરાવવા ગઇ હતી., જુઓ તેમની સાથે શું બન્યું

દાહોદ : ગુંગરડી ગામે ચાર બાળકીઓ પશુ ચરાવવા ગઇ હતી., જુઓ તેમની સાથે શું બન્યું
X

દાહોદ જિલ્લામાં વરસાદના કારણે નદી અને નાળાઓમાં નવા નીર આવી રહયાં છે તેવામાં ગરબાડા તાલુકાના ગુંગરડી ગામે તળાવમાં ન્હાવા પડેલી એક જ પરિવારની ચાર બાળકીઓના ડુબી જવાના કારણે મોત થયાં છે.

ગરબાડા તાલુકાના ગૂંગરડી ગામે ચાર બાળકીઓના તળાવમાં ડુબી જવાથી મોત નીપજયાં હતાં. ગામના માળા ફળિયા વિસ્તારમાં રહેતાં પરિવારની બાળકીઓ સવારે ઢોર ચરાવવા માટે નીકળી હતી. મોડી સાંજ સુધી ચારેય બાળકીઓ પરત ઘરે આવી ન હતી. પરિવારના સભ્યો તથા ગામલોકોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ગામના તળાવના કિનારે તેમના કપડા પડેલા જોવા મળ્યાં હતાં. તળાવમાં તપાસ કરવામાં આવતાં ચારેય બાળકીઓના મૃતદેહ મળી આવ્યાં હતાં. સ્થાનિક તરવૈયાઓએ છ કલાક સુધી તળાવના પાણી ખુંદયા ત્યારે મૃતદેહો હાથ લાગ્યાં હતાં. એક સાથે ચાર બાળકીઓના મોતના પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે નદી, નાળા કે તળાવમાં સ્નાન કરવા માટે ઉતરવાનું ટાળવું જોઇએ.

Next Story