Connect Gujarat
ગુજરાત

દાહોદ : દેવગઢબારીયાના પીપલોદ ગામે કુવામાંથી મળી એવી વસ્તુ કે લોકોમાં છે ડર

દાહોદ : દેવગઢબારીયાના પીપલોદ ગામે કુવામાંથી મળી એવી વસ્તુ કે લોકોમાં છે ડર
X

દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં પીવાનું પાણી પુરૂ પાડતા ગ્રામ પંચાયતના સરકારી કુવામાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા દારૂની બોટલ, ઈન્જેક્શનો કુવામાં નાખી જતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધતો જાય છે જેના કારણે લોકો તકેદારીના તમામ પગલાંઓ ભરી રહયાં છે.ત્યારે આવા કટોકટી ભર્યા સમયમાં દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના પીપલોદ ગામમાં બનેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધાં છે. પીપલોદ ગામમાં કુવો આવેલો છે અને તેના પાણીનો આખું ગામ વપરાશ કરે છે. કેટલાક ટીખળબાજોએ કુવામાં દારૂની ખાલી બોટલો, ઇન્જેકશનો અને દવાઓ નાંખી દીધી હતી. ગામલોકોના ધ્યાને આ બાબત આવતાં તેમણે પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી. આરોગ્ય વિભાગની ટીમે ગામમાં દોડી આવી કુવાના પાણીના નમુના લઇને તેને તપાસ માટે મોકલી આપ્યાં છે. હાલ ગામલોકોને કુવાના પાણીનો વપરાશ નહિ કરવા માટે ગ્રામ પંચાયત તરફથી સુચના આપી દેવામાં આવી છે. પોલીસે પણ ટીખળબાજોને ઝડપી પાડવાની દિશામાં કવાયત હાથ ધરી છે.

Next Story