Connect Gujarat
ગુજરાત

દાહોદ : દેવગઢ બારીયાના વધુ એક મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, લાખોના માલમત્તાની કરી ચોરી

દાહોદ : દેવગઢ બારીયાના વધુ એક મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, લાખોના માલમત્તાની કરી ચોરી
X

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા નગરમાં વધુ એક મકાનને

તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 2.76.50૦ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.

મળતી માહિતી અનુસાર, દેવગઢબારિયામાં

ધાનપુર રોડ ઉપરથી એક ઈકો ગાડીની ચોરી તેમજ પાંચ જેટલા બંધ મકાનને તસ્કરોએ નિશાન

બનાવી લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી તરખાટ મચાવ્યો હતો. ચોરી મામલે પોલીસ હજુ

તપાસનો દોર શરૂ કરે તે પહેલા જ બીજી રાત્રિના ધાનપુર રોડ વિસ્તારમાં રહેતા યુસુફ ગોધરાવાળા

તેમની ભત્રીજીનું લગ્ન હોવાથી સુરત ગયા હતા, લગ્નપ્રસંગ પતાવી જ્યારે તેઓ પરત ઘરે ફર્યા ત્યારે મકાનના રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાનું જણાતા

ઘરની ગેલેરીમાંથી જોતા રૂમની લાકડાની બારીઓ ખુલ્લી હોવાનું જણાય આવેલ જેથી ઘરના

પાછળના ભાગે જોતા લોખંડની ગ્રીલ કાઢી નાખેલી નજરે પડી હતી. ઘરમાં પ્રવેશતા જ તિજોરીના દરવાજા તેમજ તેના ખાના ખુલ્લા જણાયા હતા. તિજોરીમાં મૂકેલો સર સામાન વેરવિખેર પડેલો

હતો જેથી તેઓને ઘરમાં ચોરી

થઈ હોવાનું માલૂમ પડ્યું હતું.

બનાવ અંગે યુસુફ ગોધરાવાળાએ

દેવગઢ બારીયાએ પોલીસ મથકમાં પોતાના મકાનમાં તિજોરીની અંદર મૂકેલા સોનાના દાગીના જેમાં સોનાની વીંટી, સોનાની બંગડી, સોનાનું લોકેટ, સોનાના એરિંગ, સોનાના બ્રેસલેટ

તેમજ ચાંદીના સિક્કા મળી કુલ રૂપિયા 2.76.500/-ના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદ નોંધાવતા

પોલીસે ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી, ત્યારે પોલીસ

અધિકારીઓ દ્વારા નાઈટ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે

તેવી નગરજનોમાં માંગ કરી

રહ્યા છે.

Next Story