Connect Gujarat
Featured

દાહોદ : પત્રકાર અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ થયેલ કાર્યવાહીના વિરોધમાં VHP-બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું

દાહોદ : પત્રકાર અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ થયેલ કાર્યવાહીના વિરોધમાં VHP-બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું
X

દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા પત્રકાર અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ મહારાષ્ટ્ર સરકાર દ્વારા થઈ રહેલી બિનલોકતાંત્રિક કાર્યવાહી રદ્દ કરવાની માંગ સાથે ભારતના રાષ્ટ્રપતિને લેખિત રજૂઆતના આશયથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

સિનિયર પત્રકાર અને રિપબ્લિક ન્યૂઝ ચેનલના એડિટર ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ બાદ દાહોદના બજરંગ દળ અને વિશ્વ હિન્દૂ પરિસદ દ્વારા અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ મહારાષ્ટ્ર સરકાર દ્વારા થઈ રહેલી બિનલોકતાંત્રિક કાર્યવાહી રદ્દ કરવાની માંગ સાથે ભારતના રાષ્ટ્રપતિને લેખિતમાં રજૂઆત સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું હતું. જેમાં પત્રકાર અર્નબ ગોસ્વામીને કુખ્યાત અપરાધીની જેમ તેના ઘરેથી અમાનવીય વર્તન કરી શારીરિક ઈજાઓ પહોંચાડી ધરપકડ કરવામાં આવી હતી. પ્રતિષિષ્ઠ ન્યૂઝ ચેનલના ચીફ એડિટરની ધરપકડના આ દ્રશ્યો સમગ્ર દેશે ટેલિવિઝન અને સોશિયલ મીડિયામાં જોયા છે.

ભારત જેવા મજબૂત અને લોકતાંત્રિક લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મનાતા પત્રકારતનો અવાજ દબાવવા મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી સમગ્ર દેશમાં નિર્લજ પ્રયાસને કારણે સમગ્ર દેશના લોકતાંત્રિક માળખા વજુઘાત જેવો અનુભવ થયો છે, તેવું આવેદન પત્રમાં જણાવી અને મહારાષ્ટ્ર સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવી અર્નબ ગોસ્વામીને ન્યાય આપવા માટે ભારતના રાષ્ટ્રપતિને એક પત્ર લખી એક પત્રકાર સામેની કાર્યવાહીને રદ્દ કરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવાયું હતું.

Next Story