ભરૂચના અયોધ્યાનગર ખાતે દલિત પરિવાર પર મકાનના બાંધકામ મુદ્દે અત્યાચાર ગુજારનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે દલિત સમાજના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ શહેરના લીંક રોડ ઉપર આવેલ અયોધ્યાનગરમાં રહેતા રમણભાઈ આમજીભાઈ ગોહિલ પોતાના ઘરનું રિપેરિંગ અને બાંધકામ કરતા હોય આ વિસ્તારમાં રહેતા કેટલાક તત્વોએ તેઓના પરિવારજનો પર પથ્થરમારો અને તોડફોડ કરી જાતિ વિષયક શબ્દો સાથે ત્રાસ આપતા હોય ત્યારે આવા માથાભારે તત્વો સામે પોલીસ ફરિયાદ છતાં કોઇપણ જાતની કાર્યવાહી નહી કરતા દલિત સમાજે રોષ વ્યક્ત કરી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY