દલિત યુવક વરઘોડા વિવાદ: વરઘોડામાં ઇજાગ્રસ્ત થયેલા અશ્વનું સારવાર દરમિયાન મોત

New Update
દલિત યુવક વરઘોડા વિવાદ: વરઘોડામાં ઇજાગ્રસ્ત થયેલા અશ્વનું સારવાર દરમિયાન મોત

મોડાસાના ખંભીસર ગામે દલિત યુવકના વરઘોડા સમયે સર્જાયેલા ઘર્ષણમાં ગંભીર રીતે ઘવાયેલા અશ્વનું આખરે મોત થયું છે. વરઘોડા સમયે પથ્થરમારો થયો હતો. જેમાં અશ્વને માથાના ભાગે ઇજાઓ થઇ હતી. અશ્વને ગંભીર ઇજાઓ થતા માથાના ભાગે ટાંકા પણ લેવાયા હતા. તેર દિવસથી મોત સામે ઝઝૂમ્યા બાદ ચૌદમાં દિવસે અશ્વનું મોત થતાં વરરાજા પક્ષ સહિત ઘોડાના માલિક ઘેરા શોકમાં ઘરકાવ થયા છે.

ખંભીસર વરઘોડામાં ઈજાગ્રસ્ત બનેલ અશ્વનું મોત નિપજતા મોડાસા રૂરલ પોલીસે અશ્વના મૃતદેહનું મોડાસા પશુ દવાખાને પીએમ કરાવ્યું હતું. વરઘોડામાં ઘર્ષણ થયા પછી ઘર્ષણમાં ટોળા સામે થયેલી ફરિયાદમાં પશુવધ ની વધુ એક કલમ નો ઉમેરો કરવા કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.
Latest Stories