Connect Gujarat
Featured

ડાંગ : વિકાસની ગતિને રાજ્યના મુખ્યમંત્રીએ કરી વધુ તેજ, અનેકવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયા

ડાંગ : વિકાસની ગતિને રાજ્યના મુખ્યમંત્રીએ કરી વધુ તેજ, અનેકવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયા
X

ડાંગ જિલ્લામાં 2021ના નવા વર્ષના આગમન સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં અનેકવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સહિત લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

ડાંગ જિલ્લામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં અનેકવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત, નવનિર્મિત પ્રકલ્પોના લોકાર્પણ અને "બ્લડ સેન્ટર"ના પ્રજાર્પણ સાથે ડાંગ જિલ્લામાં વિકાસની ગતિને વધુ તેજ કરી હતી. ડાંગ જિલ્લાના આહવા નજીક લશ્કર્યા ખાતે મુખ્યમંત્રીના હસ્તે પાણી પુરવઠાની જુદી જુદી 5 યોજનાઓના ખાતમુહૂર્ત સાથે જિલ્લામાં નવા તૈયાર થયેલા વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર અને સહકાર ભવન ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

તો સાથે જ આહવાની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે કાર્યરત કરાયેલા "બ્લડ સેન્ટર"ને પણ પ્રજાર્પણ કરાયું હતું. આ અવસરે રાજ્ય મંત્રીમંડળના મંત્રી ગણપતસિંહ વસાવા, રમણલાલ પાટકર, ડો. કે. સી.પટેલ સહિત ડાંગના ધારાસભ્ય વિજય પટેલ, ડાંગ ભાજપા પ્રમુખ દશરથ પવાર, બાબુરાવ ચૌર્યા, માજી ધારાસભ્ય મંગળ ગાંવિત, ડાંગ ભાજપાના મહામંત્રીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, ભાજપના હોદ્દેદારો સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story