Connect Gujarat
દેશ

દિલ્હી : ભજનપુરામાં CAA વિરોધી પ્રદર્શન બન્યું હિંસક, હેડ કોન્સ્ટેબલ સહિત ચારના મોત

દિલ્હી : ભજનપુરામાં CAA વિરોધી પ્રદર્શન બન્યું હિંસક, હેડ કોન્સ્ટેબલ સહિત ચારના મોત
X

CAAના વિરોધમાં દિલ્હીના મૌજપુર પછી ભજનપુરામાં

પણ પ્રદર્શન હિંસક રૂપ ધારણ કરી ચૂક્યા છે. પ્રદર્શનકારીઓએ

વાહનોમાં ભારે તોડફોડ કરી અને વાહનોને આગચાંપી કરેલી

હતી. આ હિંસક

પ્રદર્શનમાં દિલ્હી પોલીસના એક હેડ કોન્સ્ટેબલની મોત થઇ ચૂકી છે. જેના કારણે

સ્થિતિ વણસી છે અને ઘટનાસ્થળને અર્ધસૈનિક દળોને હવાલે કરી દેવામાં આવ્યું છે.

સૂત્રોના

જણાવ્યા મુજબ CAA વિરુદ્ધ થઇ રહેલા પ્રદર્શનોમાં

સોમવારે પણ પથ્થરમારો કરવામાં આવ્યા હતા. મૌજપુર મેટ્રો સ્ટેશન પાસે CAAના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે

અથડામણ થતા પ્રદર્શન વધુ હિંસક બન્યા હતા. જાફરાબાદ અને મૌજપુર વિસ્તારોમાં

પ્રદર્શનકારીઓએ બે ઘરોમાં આગ લગાવી દીધી હતી, જેના કારણે બંને જૂથો વચ્ચે

સ્થિતિ ભારે તણાવભરી બની હતી.

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ

સિસોદિયાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે દિલ્હીમાં હિંસાથી પ્રભાવિત ઉત્તર-પૂર્વ

જિલ્લામાં આવતી કાલે શાળાઓની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે તથા તમામ સરકારી અને

ખાનગી શાળાઓ બંધ રહેશે. આ દરમિયાન દિલ્હી પોલીસ બંને

જૂથોને શાંત કરવાના યથાગ પ્રયત્ન કરી રહી છે. અહી સુધી કે પોલીસે ઉપદ્રવીઓને દૂર

કરવા માટે ટીઅર ગેસના સેલ છોડ્યા હતા.

https://twitter.com/msisodia/status/1231972720780267520?s=20

હિંસક પ્રદર્શનોમાં જાહેર સંપત્તિને થતા નુકસાનને જોઇને દિલ્હી

મેટ્રો કોર્પોરેશને સવારે ટ્વિટ કરી જાફરાબાદ અને મૌજપુર-બાબરપુર મેટ્રો સ્ટેશન

બંધ કર્યા હોવાની જાણકારી આપી હતી. આ સ્ટેશનો પર મેટ્રો ટ્રેન રોકાશે નહી.

https://twitter.com/OfficialDMRC/status/1231908876938698753?s=20

Next Story