Connect Gujarat
Featured

દેવભૂમિ દ્વારકા : વર્તુ-2 ડેમના 8 દરવાજા ખોલાતા રાવલ ગામ બેટમાં ફેરવાયું, જુઓ પછી તંત્રએ કેવા પગલાં લીધા..!

દેવભૂમિ દ્વારકા : વર્તુ-2 ડેમના 8 દરવાજા ખોલાતા રાવલ ગામ બેટમાં ફેરવાયું, જુઓ પછી તંત્રએ કેવા પગલાં લીધા..!
X

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલ વર્તુ-2 ડેમના 8 દરવાજા વહીવટી તંત્ર દ્વારા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે પાણીનો પ્રાવહ વધતાં કલ્યાણપુર તાલુકાનું રાવલ ગામ બેટમાં ફેરવાયું છે. જોકે હોનારતને પહોચી વળવા માટે તંત્ર દ્વારા NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે દેવભૂમિ દ્વારકા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્તુ-2 ડેમના 8 દરવાજાને ખોલવાની ફરજ પડી હતી. જેમાં ડેમના 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જેના કારણે પાણીના પ્રવાહમાં રાવલ ગામમાં બેટમાં ફેરવાયું હતું.

રાવલ ગામ છેલ્લા 1 માસમાં ચોથી વાર બેટમાં ફેરવાતા ગ્રામજનો ઘણી મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે કોઈ હોનારત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં એક NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત વર્તુ-2 ડેમની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર સહિત પ્રાંત અધિકારીએ સમીક્ષા સાથે તંત્રને સહકાર આપવા માટે લોકોને અપીલ કરી હતી.

Next Story