Connect Gujarat
ગુજરાત

દેવભૂમિ દ્વારકા : ધૂળેટી-ફૂલડોલ ઉત્સવની કરાઇ રંગેચંગે ઉજવણી, "જય રણછોડ"ના નાદથી સમગ્ર દ્વારકાધામ ગુંજી ઉઠ્યું

દેવભૂમિ દ્વારકા : ધૂળેટી-ફૂલડોલ ઉત્સવની કરાઇ રંગેચંગે ઉજવણી, જય રણછોડના નાદથી સમગ્ર દ્વારકાધામ ગુંજી ઉઠ્યું
X

ધૂળેટીના પાવન પર્વ

નિમિત્તે દ્વારકાવાસીઓ તેમજ યાત્રિકોએ કાળિયા ઠાકોર સાથે ધૂળેટી અને ફૂલડોલ

ઉત્સવની રંગેચંગે ઉજવણી કરી હતી, ત્યારે "જય રણછોડ"ના

નાદ સાથે સમગ્ર દ્વારકાધામ ગુંજી ઉઠ્યું હતું.

દેવભૂમિ દ્વારકામાં

દરેક ઉત્સવ એક અલગ જ ધાર્મિક ભાવના સાથે ઉજવાતો હોય છે, ત્યારે હોળી અને ધૂળેટીના પાવન પર્વે ફૂલડોલ ઉત્સવની ઉજવણી દરમ્યાન હજારો ભાવિકોએ અબીલ ગુલાલની છોળો સહિત "જય રણછોડ"ના નાદ

સાથે રંગેચંગે ઉજવણી કરી હતી.

દિન પ્રતિદિન

દ્વારકાનું મહત્વ વધતું જતું હોય અને લાખો ભાવિકો પગપાળા યાત્રા કરી ભગવાનની સાથે

ફૂલડોલ ઉત્સવ મનાવ્યો હતો. ફૂલડોલ ઉત્સવ દરમ્યાન એટલા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા

કે જાણે લોકો સાક્ષાત કાન્હા સાથે રંગે રમ્યા હોય. લોકોએ અનેરા આનંદ અને ઉત્સાહ

સાથે ધૂળેટીનો પર્વ મનાવ્યો હતો. ધુળેટીના પાવન પર્વે ભગવાન દ્વારકાધીશના જગત

મંદિરમાં ભક્તોએ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરી અનેરા આનંદનો લ્હાવો લીધો હતો.

Next Story