Connect Gujarat
ધર્મ દર્શન 

03 જાન્યુઆરીનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

03 જાન્યુઆરીનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ, લ, ઇ): માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે-આથી દૃઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો. જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસા ની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસા નું શું મહત્વ હોય છે. પારિવારિક જવાબદારીઓ ભૂલશો નહીં. પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે. આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂવર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મુકશે.

વૃષભ (બ.વ.ઉ) : પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. સ્વત6 રહો અને નવા મૂડીરોકાણના મોરચે તમારા નિર્ણયો જાતે લો. કેટલાક માટે નવો રૉમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે. આજે તમે જે લૅક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે. આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં. તેના બદલે આજે તમને તમારા મફત સમય માં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંત માં ખુશ રહેશો. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.

મિથુન (ક.છ.ઘ) : તમે પાછળ રહી જશો એવી શક્યતા છે. હિંમત હારવાને બદલે ઈચ્છિત પરિણામ મેળવવા સખત મહેનત કરો. આ નિષ્ફળતાઓને પ્રગતિ સુધી પહોંચવાનાં સોપાન બનાવો. મુશ્કેલીના સમયમાં સંબંધીઓ તમારી વહારે આવશે. કોઈ ની સલાહ લીધા વગર તમને આજે પૈસા નિવેશ ના કરવા જોઈએ। તમારા બાળકોની ચિંતાઓમાં સહકાર આપવો મહત્વનો છે. આજે રૉમાન્‍સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો. તમે જે કંઈપણ કરશો-તેમાં તમે સત્તાધિકારની સ્થિતિમાં હશો. જ્યારે તમને લાગે કે તમારી પાસે તમારા પરિવારના સભ્યો અથવા તમારા મિત્રો માટે સમય નથી, તો તમે પરેશાન થશો. આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે. તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો, પણ તે તમારી માટે કશુંક અદભુત કરશે.

કર્ક (ડ,હ) : ધ્યાન તથા સ્વયં-સમજ લાભદાયક પુરવાર થશે. પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનર ને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો. અન્યોને અપમાનિત ન કરવાનો પ્રયાસ કરજો તથા પરિવારની જરૂરિયાતોને અનુરૂપ થજો. આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓ ને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં, જેના કારણે તમે પરેશાન થશો. કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, આજે તમે એ બાબતમાં નસીબદાર પુરવાર થઈ શકો છો. તમારા ઘર ના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે, જે તમારો થોડો સમય બગાડે છે. આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણી-પીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે.

સિંહ (મ,ટ) : તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. કામ તથા જીવન તરફના તમારા અભિગમમાં વિદ્વાન તથા સંપૂર્ણતાના આગ્રહી બનો. સારાં માનવી મૂલ્યો તથા ઉષ્માસભર હૃદય સાથે અન્યોનું માર્ગદર્શન કરવાની તથા મદદ કરવાનો સહજ ઉમળકો. આ બાબતો તમારા પારિવારિક જીવનમાં આપોઆપ સુસંવાદિતા લાવશે. આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિઆનંદને માણો. આજે તમે તમારો મફત સમય તમારી માતા ની સેવા માં ખર્ચવા માંગતા હો, પરંતુ પ્રસંગે કેટલાક કામ ને કારણે તે શક્ય નહીં બને. આ તમને પરેશાની આપશે. તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્નજીવનને નુકસાન કરશે. અન્યો જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો.

કન્યા (પ,ઠ,ણ): આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. જો તમે પરિણીત છો તો આજે પોતાના બાળકો નું વિશેષ ખ્યાલ રાખો કેમકે જો તમે આવું નહિ કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમને તેમના સ્વાથ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. પ્રિયપાત્ર સાથે કૅન્ડલ લાઈટમાં ભોજન શૅર કરશો. તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી-કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે-જો-કોઈ-વિચિત્ર કારણસર-સમસ્યા સર્જાઈ-તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો. આજે, રાત્રે, તમારે ઘર ના લોકો થી દૂર થવું અને તમારા ઘર ની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે. આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે.

તુલા(ર,ત) :તમારૂં સ્મિત હતાશા સામે સંકટ-મોચક જેવું કામ કરશે. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે. આજે તમે ઓફિસ થી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો. આના થી તમારા મન ને શાંતિ મળશે। આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે. સારૂં ભોજન, સુગંધ,ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સમય વિતાવશો.

વૃશ્ચિક(ન,ય) : ખિન્ન તથા નિરાશ ન થાવ. જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકો ને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેના થી તેમને સારો ધન લાભ થશે. દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે. તમે ક્યારેય ચોકલેટ સાથે આદું અને ગુલાબની સુગંધ માણી છે ? તમારૂં જીવન આઈજે તમને આવો જ સ્વાદ આપશે. થોડીવાર માટે તમને લાગશે કે તમે એકલા છો-તમારા સહકર્મચારી-સાથી કદાચ તમારી મદદે આવશે-પણ તેઓ તમને વધુ મદદ કરી શકશે નહીં. આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે. તમારા પ્રેમ ને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થયી જશે. તમારા સમગ્ર લગ્નજીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે.

ધન(ભ,ધ,ઢ,ફ) : છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઑવરટાઈમ કામ કરી રહ્યા છે- તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં ઈચ્છે. જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરી માં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થયી શકો છો સાથે તમને ધન લાભ થયી શકે છે. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. આજે તમે ડૅટ પર જવાના હો તો,વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો. તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હૅલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદભુત બની શકે છે. તમે ખુદ ને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવા ની શક્યતા છે. ખાલી સમય માં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જિમ જાયી શકો છો. આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે. આથી, ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં.

મકર(ખ,જ):આનંદ-પ્રમોદ અને મોજ-મજાનો દિવસ. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે. જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી, તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મુકો. રચનાત્મક તથા તમારા જેવા જ વિચારો ધરાવતા લોકો સાથે હાથ મેળવો. આ રાશિ ના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે. કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે, કેટલીક વખત ખાનગી માં, છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી, તેમ છતાં, આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવા માં સમર્થ હશો. ઘણા લાંબા સમય બાદ, તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે.

કુંભ(ગ.સ.શ.ષ) : માનસિક શાંતિ માટે તમારા ટૅન્શનનો ઉકેલ લાવો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. તમારી સમસ્યાઓ ગંભીર હશે-પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે-કદાચ તેમને લાગે છે કે આમાં તેમણે માથું ન મારવું જોઈએ. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો. નોકરીપેશા થી સંકળાયેલા લોકો ને આજે કાર્યક્ષેત્ર માં મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે.આજે તમારા ના ઇચ્છતા પણ તમે કોઈ ભૂલ કરી દેશો જેના લીધે તમને પોતાના વરિષ્ઠ અધિકારીઓ થી ફટકાર લાગી શકે છે. વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેવા ની અપેક્ષા છે. આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓ થી દૂર રહેવા નું ગમશે. તમારા લગ્નજીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે.

મીન (દ,ચ,ઝ,થ) :અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. ઘરના સુશોભીકરણની સાથે બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખજો. સુવ્યવસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે. બાળકો ઘરની ખુશીમાં ચાર ચાંદ લગાડે છે. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે. સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે. કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાગ થવાની શક્યતા છે.

Next Story