Connect Gujarat
ધર્મ દર્શન 

2 અતિ શુભ યોગ અને અનુરાધા નક્ષત્રમાં આજે ગોવર્ધન પૂજા, જાણો મહત્વ અને પૂજાનું મુહૂર્ત....

ગોવર્ધન પૂજા પર અનુરાધા નક્ષત્રમાં 2 શુભ શોભન અને અતિગંડ યોગ બની રહ્યાં છે. તેવામાં પૂજા કરનાર વ્યક્તિને બમણો લાભ થઇ શકે છે

2 અતિ શુભ યોગ અને અનુરાધા નક્ષત્રમાં આજે ગોવર્ધન પૂજા, જાણો મહત્વ અને પૂજાનું મુહૂર્ત....
X

દિવાળીના આ 5 દિવસના તહેવારમાં ગોવર્ધન પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. ગોવર્ધન પૂજા દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ કરવામાં આવે છે. આ ખાસ દિવસે ગોવર્ધન પર્વત, ભગવાન કૃષ્ણ અને ગાય માતાની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કૃષ્ણે દેવતાઓના રાજા ઈન્દ્રનો અહંકાર તોડ્યો હતો. ગોવર્ધન પૂજાની સાથે આ દિવસને ભગવાન કૃષ્ણના વિજય તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણને વિવિધ પ્રકારનો ભોગ અર્પણ કરવામાં આવે છે. ગોવર્ધન પૂજામાં અન્નકૂટ કરવામાં આવે છે. શુભ મુહૂર્તમાં ગોવર્ધનની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ વખતે ગોવર્ધન પૂજાની તારીખને લઈને ઘણા લોકો મૂંઝવણમાં છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ગોવર્ધન પૂજા ક્યારે છે? પૂજાનું શુભ મુહૂર્ત કયું છે? ગોવર્ધન પૂજાના દિવસે કયો યોગ અને નક્ષત્ર હોય છે? કાશીના જ્યોતિષી ચક્રપાણિ ભટ્ટ આ વિશે વિગતવાર જણાવી રહ્યા છે.

· ગોવર્ધન પૂજા 2023નું શુભ મુહૂર્ત શું છે?

આ વખતે ગોવર્ધન પૂજા પર અનુરાધા નક્ષત્રમાં 2 શુભ શોભન અને અતિગંડ યોગ બની રહ્યાં છે. તેવામાં પૂજા કરનાર વ્યક્તિને બમણો લાભ થઇ શકે છે. આ વખતે 14 નવેમ્બરે ગોવર્ધન પૂજાનું શુભ મુહૂર્ત સવારે 06.43થી સવારે 08.52 સુધી છે. આ રીતે ગોવર્ધન પૂજા માટે તમને 2 કલાક 9 મિનિટનો શુભ સમય મળશે.

· કયો યોગ કયા સમય સુધી?

આ વખતે ગોવર્ધન પૂજાના દિવસે અનુરાધા નક્ષત્રની સાથે શોભન અને અતિગંડ યોગ નામના બે શુભ યોગો બની રહ્યા છે. ગોવર્ધન પૂજાનો શોભન યોગ સવારથી બપોરે 1.57 વાગ્યા સુધીનો છે. ત્યાર બાદ અતિગંડ યોગ હશે. શોભન યોગને ખૂબ જ શુભ યોગ માનવામાં આવે છે. ગોવર્ધન પૂજાના દિવસે સવારથી જ અનુરાધા નક્ષત્ર રહેશે. અનુરાધા નક્ષત્ર 15 નવેમ્બરના રોજ સવારે 03.24 વાગ્યા સુધી છે. ત્યાર બાદ જ્યેષ્ઠ નક્ષત્ર શરૂ થશે.

· ગોવર્ધન પૂજાનું મહત્વ?

ગોવર્ધન પૂજાની પરંપરા સદીઓથી ચાલી રહી છે. કહેવાય છે કે એક વખત વ્રજના લોકો ભગવાન ઈન્દ્રની પૂજા કરવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ માતા યશોદાને ભગવાન ઈન્દ્રની પૂજા કરવાનું કારણ પૂછ્યું. તેના પર તેની માતાએ કહ્યું કે ઈન્દ્રદેવ વરસાદ વરસાવે છે જેના કારણે પાક સારો થાય છે અને ધરતી હરિયાળી રહે છે. આ કારણથી આપણે બધા તેની વિધિ-વિધાનથી પૂજા કરીએ છીએ. માતાની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે, વરસાદ પાડવો એ ભગવાન ઈન્દ્રનું કર્તવ્ય છે, તો પછી પૂજાનો અર્થ શું છે? ઈન્દ્રદેવની પૂજા કરવાને બદલે ગોવર્ધનની પૂજા કરવી વધુ સારું રહેશે. કારણ કે ગોવર્ધન પર ગાયો ચરવા જાય છે અને તેમનું પેટ ભરાય છે. પછી તે અમને દૂધ આપે છે.





Next Story