ભરૂચ: નવાડેરા સ્થિત ભૃગુ ભાસ્કરેશ્વર મહાદેવ મંદિરે શિવજીને ઘીનું 8 ફુટનું કમળ અર્પણ કરાયુ !

નવાડેરા વિસ્તારમાં આવેલ ભૃગુ ભાસ્કરેશ્વર મહાદેવ મંદિરેદત્તોપાસક પરિવાર દ્વારા ઘીમાંથી આઠ ફૂટનું કમળ બનાવવામાં આવ્યું હતું જેને શિવજીને અર્પણ કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી

  • શિવાલયોમાં યોજાયા ધાર્મિક કાર્યક્રમો

  • ભૃગુ ભાસ્કરેશ્વર મહાદેવ મંદિરે પણ ઉજવણી

  • શિવજીને ઘીના કમળ અર્પણ કરાયા

  • ઘીનું 8 ફુટનું કમળ અર્પણ કરાયુ

Advertisment
જુના ભરૂચના નવાડેરા વિસ્તારમાં આવેલા ભૃગુ ભાસ્કરેશ્વર  મહાદેવ મંદિર ખાતે ઘીમાંથી આઠ ફૂટના બનાવેલ ઘીના કમળને શિવજીને અર્પણ કરવામાં આવ્યું હતું ત્રિદેવ પૈકીના એક એવા દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય એવા મહાશિવરાત્રીના પર્વની આજરોજ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જુના ભરૂચના નવાડેરા વિસ્તારમાં આવેલ ભૃગુ ભાસ્કરેશ્વર મહાદેવ મંદિર ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
નવાડેરા વિસ્તારમાં આવેલ આ મંદિર ખાતે દત્તોપાસક પરિવાર દ્વારા ઘીમાંથી આઠ ફૂટનું કમળ બનાવવામાં આવ્યું હતું જેને શિવજીને અર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પ્રતિ વર્ષ ભૃગુ ભાસ્કરેશ્વર મહાદેવ મંદિર ખાતે ઘીના કમળ અર્પણ કરવામાં આવે છે જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે.
Advertisment
Latest Stories