ભરૂચ : રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી

ગુરુપૂર્ણિમાના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી, સનાતન ધર્મ પરિવારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી

New Update
ભરૂચ : રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી

ભરૂચ જિલ્લાના રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવારના ગાદિપતિ સોમદાસ બાપુ તેમજ ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી.

ભરૂચ જિલ્લામાં આજે ગુરુપૂર્ણિમાના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં આવેલા આશ્રમ તેમજ દેવાલયો ખાતે સવારથી અનુયાયીઓએ ગુરુના ચરણોમાં શિશ ઝુકાવી તેમના શુભાશિષ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ ના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાભરમાંથી આવેલા સનાતન ધર્મ પરિવારના અનુયાયીઓ તથા રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ ,નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિત રાજકીય આગેવાનોએ સોમદાસબાપુના આર્શી‍વાદ મેળવ્યાં હતાં.