Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : ચૈત્ર માસમાં બળીયાદેવ પર નર્મદા નદીના નીરનો અભિષેક કરી ઠંડુ ભોજન ગ્રહણ કરવાનો મહિમા

બળીયાદેવ બાપજીના મંદિરે નર્મદા નદીના નીરનો અભિષેક કરી ઠંડુ ભોજન ગ્રહણ કરવા માટે સ્થાનિક મહિલાઓમાં અનેરો મહિમા જોવા મળ્યો

X

ભરૂચ તાલુકાના તવરા ગામે ચિંતનાથ મહાદેવ મંદિર ખાતે બળીયાદેવ બાપજીના મંદિરે નર્મદા નદીના નીરનો અભિષેક કરી ઠંડુ ભોજન ગ્રહણ કરવા માટે સ્થાનિક મહિલાઓમાં અનેરો મહિમા જોવા મળ્યો હતો. ચૈત્ર માસમાં ખૂબ જ ગરમીનું પ્રમાણ વધતું હોય છે, ત્યારે બળીયાદેવ બાપજીને ઠંડકના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. તેવામાં આવી ગરમીમાં બળીયાદેવ બાપજી ઉપર બહેનો દ્વારા નર્મદા નદીના પાણીના અભિષેકો કરવામાં આવે છે, અને ત્યાં ઠંડુ ભોજન આરોગવામાં આવતું હોય છે.

જેથી કહેવાય છે કે, બળીયાદેવ બાપજી દરેક ગૃહિણીના પારિવારિક જીવનમાં ઠંડક પ્રસરાવતા હોય છે. તેઓના વ્યવહારિક જીવન ખૂબ જ સુંદર રીતે પાર પડે તેવા આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે, અને તેઓ સદા નિરોગી રહે તેવી પણ માન્યતાઓ રહેલી છે. જોકે, હવે આ પ્રથા માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં જ જોવા મળી રહી છે, ત્યારે શહેરી વિસ્તારમાં હવે આ પ્રથા ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. હજી પણ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આ પ્રથા ચાલી રહી છે, ત્યારે ચૈત્ર માસમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગૃહિણીઓ નર્મદા નદીના નીર બળીયાદેવ પર અભિષેક કરી તેઓના પરિવાર સાથે મંદિરે આવી ઠંડુ ભોજન આરોગતા હોય છે.

Next Story