ભરૂચ: મકતમપુર સિદ્ધિવિનાયક મંદિરે ભગવાન સત્યનારાયણની સમૂહ કથાનું આયોજન, મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા

સિદ્ધિ વિનાયક મંદિરના સંચાલકો દ્વારા જરૂરિયાતમંદ લોકોના ઘરે માત્ર રૂપિયા ૧૧માં ભગવાન સત્યનારાયણની કથા કરાવી રહ્યા છે

New Update

શ્રાવણ માસને પવિત્ર માસ માનવામાં આવે છે અને આ માસમાં ભગવાન શિવજીની આરાધનાનો અનેરો મહિમા હોય છે ત્યારે આ પવિત્ર માસમાં ભગવાન સત્યનારાયણની કથાનું પણ મહત્વ રહેલું છે જેના પગલે સિદ્ધિ વિનાયક મંદિરના સંચાલકો દ્વારા જરૂરિયાતમંદ લોકોના ઘરે માત્ર રૂપિયા ૧૧માં ભગવાન સત્યનારાયણની કથા કરાવી રહ્યા છે જેમાં સિદ્ધિ વિનાયક મંદિરે ભગવાન સત્યનારાયણની સમૂહ કથાનું આયોજન કરાયું હતું.

ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન સિદ્ધિવિનાયક મંદિરે શ્રાવણ માસના દર રવિવારે મેળાનું આયોજન થતું હોય છે અને સિદ્ધિવિનાયક મંદિરે ભગવાન સત્યનારાયણની કથાનું પણ આયોજન થતું આવ્યું છે શ્રાવણ માસના પ્રથમ રવિવારે સિદ્ધિવિનાયક મંદિરે ભગવાન સત્યનારાયણની સમૂહ કથાનું આયોજન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો સાથે જ સિદ્ધિવિનાયક મંદિર દ્વારા જરૂરિયાતમંદ લોકોના ઘરે પહોંચીને માત્ર રૂપિયા ૧૧માં સત્યનારાયણની કથા શ્રાવણ માસ દરમ્યાન કરાવવામાં આવી રહી છે.