Connect Gujarat
ધર્મ દર્શન 

ભાવનગર : રૂવાપરી માતાજી મંદિરના 580માં પાટોત્સવની ઉજવણી કરાય, ભાવનગરના યુવરાજ રહ્યા ઉપસ્થિત

X

રૂવાપરી માતાજી મંદિરનો 580મો પાટોત્સવ યોજાયો

યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતી

વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો નગરજનોએ લ્હાવો લીધો

ભાવનગરમાં રૂવાપરી માતાજી મંદિરના 580માં પાટોત્સવ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવચંડી યજ્ઞમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર વસાવવાની સૌપ્રથમ પ્રેરણા આપીને અખા ત્રીજના પાવનકારી મહાપર્વે ભાવનગરના તોરણ બંધાવનાર ભગવતી રૂવાપરી માતાજી મંદિરનો 580મો પાટોત્સવ ભાવનગરવાસીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. રાજાશાહી વખતથી પ્રતિવર્ષ દરમિયાન અહી શ્રાવણ માસના ચારેય સોમવાર, સાતમ-આઠમ, ભાદરવી અમાસે ભાતીગળ લોકમેળો ભરાય છે. શ્રાવણ માસમાં ખાસ કરીને સાતમ-આઠમ પર્વ નિમિત્તે માઇભક્તોની ભારે ભીડ જોવા મળશે.

Next Story