-
સોમનાથમાં ભક્તોનો છલકાયો સાગર
-
સોમનાથ બન્યું શિવ ભક્તિમાં લિન
-
મહાશિવરાત્રીએ મહાદેવને કરાયો વિશેષ શૃંગાર
-
મંદિર ટ્રસ્ટ વિદ્યાર્થીઓને કરશે પેનનું વિતરણ
-
પૂર્વ CM વિજય રૂપાણીએ પણ કર્યા મહાદેવના દર્શન
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે ભક્તોનો જનસેલાબ ઉમટ્યો છે,અને મહાદેવજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે.આ પર્વ અંતર્ગત મંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પેનનું પણ વિતરણ કરવામાં આવશે.જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પરિવારજનો સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે એક વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો, જે આગામી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે સમર્પિત હતો. ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદ વિદ્યાર્થીઓ પર રહે અને તેઓ સફળતા પ્રાપ્ત કરે તેવી મંગલ કામના સાથે આ વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો.
ભગવાનના શૃંગારમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ખાસ પેન પણ મૂકવામાં આવી હતી, જે આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં વેરાવળ શહેરના પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે. આ પેન ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદ રૂપે વિદ્યાર્થીઓને આપવામાં આવશે, જેથી તેઓ શાંતિ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે.
ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદથી તેઓ તેમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે, આ પેન વિતરણએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને તેમને ભગવાનના આશીર્વાદથી જોડી રાખવાનો એક નાનકડો પ્રયાસ છે.
વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ સોમનાથ મંદિર ટ્રસ્ટના આ પ્રયાસને ખૂબ જ સરાહના કરી હતી અને ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.આ ઉપરાંત ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પરિવારજનો સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.