Connect Gujarat
ધર્મ દર્શન 

હરિદ્વાર : ઈલાવના પ્રખર કથાકાર દ્વારા શ્રોતાગણોને અસ્ખલિત વાણી સહ શ્રીમદ ભાગવત કથાનું રસપાન

ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના ઈલાવ ગામના પ્રખર કથાકાર ધનેન્દ્ર વ્યાસ દ્વારા હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

X

ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના ઈલાવ ગામના પ્રખર કથાકાર ધનેન્દ્ર વ્યાસ દ્વારા હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બહોળી સંખ્યામાં શ્રોતાગણો ભાગવત કથાના રસપાનનો લાભ લઇ રહ્યા છે.

માઁ ગંગાના કિનારે પાવન ધરતી હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. હરિદ્વારના કનખલ સ્થિત આવેલ શ્રી નારાયણી આશ્રમ ખાતે આ કથા યોજાઈ રહી છે. તા. 25 માર્ચથી શરૂ થયેલ ભાગવત કથા 31 માર્ચ સુધી ચાલશે. જેમાં દક્ષીણ ગુજરાત તેમજ અન્ય વિસ્તારના શ્રોતાગણો લાભ લઇ રહ્યા છે. ટ્રેન મારફતે 150 જેટલા શ્રદ્ધાળુઓને હરિદ્વાર લઇ જવામાં આવ્યા છે, ત્યાં પવિત્ર વાતાવરણમાં શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કથાનો પ્રારંભ પોથી યાત્રા કાઢી તેમજ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઈલાવ ગામના કથાકાર ધનેન્દ્ર વ્યાસ વ્યાસપીઠ ઉપર બિરાજી સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે. તેઓની અસ્ખલિત વાણીનો શ્રોતાગણ લાભ લઇ રહ્યા છે, ત્યારે અલગ અલગ દિવસે શ્રીમદ ભાગવત કથાના વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. આ અગાઉ તેઓએ ચિત્રકૂટ ખાતે શ્રી રામકથાનું ભવ્ય આયોજન કર્યું હતું, જેનો પણ મોટી સંખ્યામાં શ્રોતાઓએ લાભ લીધો હતો.

Next Story