મહાકુંભમાં PM મોદીએ પવિત્ર સંગમ સ્થાને આસ્થાની લગાવી ડૂબકી,CM યોગી પણ રહ્યા હાજર

વડાપ્રધાન મોદીએ પ્રયાગજરાના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવી હતી. આ અવસરે PM  મોદીએ ભગવા રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમના ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળા હતી

New Update
PM Modi takes holy dip at Sangam

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી હતી.જ્યાં તેમણે પવિત્ર સંગમ સ્થાન ખાતે સ્નાન કર્યા બાદ આસ્થાની ડૂબકી લગાવી હતી. તેમની સાથે આ સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. 

Advertisment

PM મોદીના પ્રયાગરાજ પ્રવાસને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.માહિતી અનુસાર PM મોદીની સાથે બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત પ્રદેશ સરકારના ઘણા વરિષ્ઠ મંત્રી પણ હાજર રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ પ્રયાગજરાના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવી હતી. આ અવસરે PM  મોદીએ ભગવા રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમના ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળા હતી. તેમણે મંત્રોચ્ચાર સાથે સંગમમાં ડૂબકી લગાવી હતી.

Latest Stories