પ્રયાગરાજ : આસ્થાના મહાકુંભમાં પર્યાવરણવાદી સોનમ વાંગચુકની કુદરતની રક્ષાકાજે શ્રદ્ધાની ડૂબકી

સોનમ વાંગચુક પોતાના એક ખાસ મિશન સાથે તીર્થરાજ પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં આવ્યા છે.આ પ્રસંગે તેઓએ કનેક્ટ ગુજરાતની ટીમ સાથે રસપ્રદ વાતચીત કરી

New Update
  • મહાકુંભમાં પર્યાવરણવાદીની આસ્થાની ડૂબકી

  • સોનમ વાંગચૂકે સંત માહાત્માઓન કર્યા દર્શન

  • કુદરતની રક્ષાકાજે નીકળ્યા છે ખાસ મિશન પર

  • સોનમ વાંગચુકે કનેક્ટ ગુજરાત સાથે કરી વિશેષ વાતચીત

  • પર્યાવરણની સુરક્ષા માટે શિક્ષણ આપવા પર મુક્યો ભાર 

Advertisment

જમ્મુ કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના પ્રખ્યાત પર્યાવરણવાદી અને રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા સોનમ વાંગચુક પોતાના એક ખાસ મિશન સાથે તીર્થરાજ પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં આવ્યા છે.આ પ્રસંગે તેઓએ કનેક્ટ ગુજરાતની ટીમ સાથે રસપ્રદ વાતચીત કરી હતી.

પ્રયાગરાજમાં મહાકુંભમાં શ્રદ્ધાળુઓ ગંગાજીના પાવન જળમાં આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.આ ભક્તિરૂપી મહાકુંભમાં માત્ર શ્રદ્ધાળુઓ જ નહીં પરંતુ સાધુસંતોનો મેળાવડો પણ જામ્યો છે,અને સાધુસંતોના પ્રત્યક્ષ દર્શન થકી શ્રદ્ધાળુઓ અલૌકિક લાગણીનો અનુભવ કરી રહ્યા છે. 

કહેવાય છે કે પ્રભુની શરણમાં જતા ભક્તો ક્યારે પણ નિરાશ નથી થતા ત્યારે લદાખના પ્રખ્યાત પર્યાવરણવાદી અને રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા સોનમ વાંગચુક પણ વિશ્વ માટે ચિંતાનું આવરણ સર્જી દેનાર પર્યાવરણની સુરક્ષાના સંદેશ સાથેના મિશન પર નીકળ્યા છે.તેઓએ પણ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી હતી.તેમજ સંત મહાત્માઓના દર્શનનો લ્હાવો લીધો હતો. 

આ પ્રસંગે સોનમ વાંગચુકે કનેક્ટ ગુજરાતની ટીમ સાથે ટૂંકી પણ યાદગાર વાતચીત કરી હતી.અને જણાવ્યું હતું કે પર્યાવરણની સુરક્ષાએ વિશ્વ માટે ગંભીર પ્રશ્ન બની રહ્યો છે.વિકાસના નામે વધી રહેલા કોન્ક્રીટરૂપી ડેવલપમેન્ટ પણ કુદરતી સૃષ્ટિ માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે.વધુમાં વાંગચુકે લોકોને સાદુ જીવન જીવવા માટે અપીલ કરી હતી. અને સ્કૂલના શિક્ષણ સાથે જ બાળકોને પર્યાવરણની રક્ષા માટેના પાઠ ભણાવવા જોઈએ તેના પર ભાર મૂક્યો હતો.

Latest Stories