Connect Gujarat
ધર્મ દર્શન 

આજે છે શીતળા સાતમ; શીતળા માતાને આરોગ્ય અને સ્વચ્છતાની દેવી માનવામાં આવે છે

શીતળા માંને રોગોથી રક્ષણની દેવી કહેવામાં આવી છે. શીતળામાં એક હાથમાં પાણીનો કળશ ધરાવે છે અને બીજા હાથમાં સાવરણી,

આજે છે શીતળા સાતમ; શીતળા માતાને આરોગ્ય અને સ્વચ્છતાની દેવી માનવામાં આવે છે
X

સ્કંદ પુરાણમાં શીતળા માંને રોગોથી રક્ષણની દેવી કહેવામાં આવી છે. શીતળામાં એક હાથમાં પાણીનો કળશ ધરાવે છે અને બીજા હાથમાં સાવરણી, સૂપડી અને લીમડાના પાંદડા ધરાવે છે.

શીતળામાતાની ગધેડા પર સવારી કરે છે. એવું માનવામાં આવે છે કે જે પણ શીતળા સપ્તમીના દિવસે વ્રત રાખીને માતા શીતળાની પૂજા કરે છે. તેના ઘરથી રોગો અને બીમારીઓ હંમેશા દૂર રહે છે. ભાદ્રપદ મહિનાની શીતળા સપ્તમીનું વ્રત આજે માનવામાં આવી રહ્યું છે.

શીતળા સપ્તમી તિથિનું વ્રત ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષના સાતમા દિવસે રાખવામાં આવે છે.

શીતળા સાતમની કથા:-

રાંધણ છઠ્ઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા.

રાત્રે સૂમસામ શાંતિમાં શીતળાદેવી ફરવા નીકળ્યા અને દેરાણીના ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાઝી ગયાં, તેથી શ્રાપ આપ્યો "જેવી મને બાળી, એવું જ તારું પેટ એટલે તારી સંતતિ બળજો.

બીજા દિવસે સવારે જોયું બાળક દાઝેલું હતું, આ જોઈને નાની વહું વિલોપત કરવા લાગી.

કોઈ એ કહ્યું કે નક્કી આ શીતળા માતાનો કોપ છે. આ સાંભળી તે ટોપલામાં દાઝેલા બાળકને લઈ અને વન-વન ભટકવા લાગી.

વનમાં એક બોરડી નીચે તેને વૃદ્ધ ડોશી દેખાયા, ડોશીએ તેને બોલાવી. તે ત્યાં ગઈ, તે ડોશીના કહેવા પ્રમાણે તેણે તેના માથાને સાફ કર્યું.

આ રીતે ડોશીની સેવા કરવાથી ડોશીએ કહ્યું ''જેવી મને ઠંડક આપી તેવી તને ઠંડક મળજો.''એમ કહી તેના દીકરાને સ્પર્શ કર્યો તો તે સજીવન થયો.

શીતળા માતાએ દર્શન આપી તેને ઘરે મોકલી. આ રીતે શીતળા માતા તેને પ્રસન્ન થયા. તેને ઘરે ધન-ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થઈ.

શીતળા સાતમનું મહત્વ:-

શીતલા માને આરોગ્ય અને સ્વચ્છતાની દેવી માનવામાં આવે છે. શીતળા સપ્તમીના દિવસે સૌથી પહેલા ઘરને સારી રીતે સાફ કરો અને સ્નાન કરો.

સાતમના આગળનો દિવસ એટલે રાંધણ છઠ્ઠ તે દિવસે ભોજન અને વાનગીઓ બનાવી લેવામાં આવે છે. અને શીતલા માને ગોળ અને ચોખાથી બનેલો ખોરાક આપવામાં આવે છે.

આ દિવસે શીતળાને ભોગ અર્પણ કરીને આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે અને આ દિવસે ઘરના લોકો પણ આખો વાસી ખોરાક લે છે.

Next Story