/connect-gujarat/media/media_files/2025/02/05/1uBnqe5LTdxIVAcsVl2x.jpeg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામ ખાતેના શ્રી ભાથીજી મહારાજ મંદિરનો પ્રથમ પાટોત્સવનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામ ખાતેના શ્રી ભાથીજી મહારાજ મંદિરનો પ્રથમ પાટોત્સવનું સંવત2081ના મહા સુદ દશમને તારીખ7ફેબ્રુઆરી2025ને શુક્રવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.જ્યારે તારીખ6ફેબ્રુઆરીના રોજ રાત્રે રાસ ગરબા પણ યોજાશે.
પાટોત્સવ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે હવન તેમજ સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે,જ્યારે રાત્રે લોક ડાયરામાં પ્રકાશ વડલીયા અને તેમના ગ્રુપ દ્વારા ભજનની રમઝટ બોલવામાં આવશે.