Connect Gujarat
ધર્મ દર્શન 

વડોદરા: સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામી નિમાયા

હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ પ્રેમ સ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં જ તમામ સંતો કામ કરશે.

વડોદરા: સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામી નિમાયા
X

સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામી નિમાયાછે. હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ પ્રેમ સ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં જ તમામ સંતો કામ કરશે. પ્રેમસ્વરૂપ સ્વામી, પ્રબોધ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીએ સામે આવી સ્પષ્ટતા કરી છે. ગાદીપતિને લઈ કોઈ વિવાદ નહીં હોવાનો તેમણે દાવો કર્યો છે. તેમણે કહ્યું તમામ સંતો-હરિભક્તો એક થઈ સાથે મળીને કામ કરશે. બ્રહ્મલીન હરીપ્રસાદ સ્વામીની પ્રેમ સ્વરૂપ સ્વામી નવા ગાદીપતિ બને તેવી ઈચ્છા હતી. કેટલાક સંતો-ભક્તોની પ્રબોધ સ્વામીને ગાદીપતિ બનાવવાની ઈચ્છા હતી. હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિ અંગે ગઈકાલે 26 સપ્ટેમ્બરે દિવસભર ચર્ચા થઇ રહી હતી. વડોદરાના સ્વામિનારાયણ સોખડા હરિધામમાં ગાદી મુદ્દે વિખવાદ વધ્યો હતો.

અહીં સંતો-હરિભક્તો વચ્ચે જૂથબંધીનો આક્ષેપ થયા હતા. સોખડાની ગાદી પર પ્રેમસ્વરૂપદાસ સ્વામીને આરૂઢ કરવાના કાર્યક્રમમાં જૂથબંધીને કારણે વિવાદ થયો હતો અને હરિભક્તોના હોબાળા બાદ કાર્યક્રમ મુલતવી રખાયો હતો. આ કાર્યક્રમમાં હરિભક્તોએ મોડી રાત સુધી સ્વામિનારાયણની ધૂન બોલાવી કર્યો વિરોધ હતો.જેને કારણે પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદી પર બેસાડવાનો કાર્યક્રમ પાછો ઠેલવો પડ્યો જે બાદ રવિવારે સાંજે આજ મુદ્દે ફરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.પરંતુ વિખવાદને જોતા તે પણ મુલતવી રાખવું પડ્યું. આ સમગ્ર વિખવાદ બાદ પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીનું સંયુક્ત નિવેદન પણ સામે આવ્યું હતું.સંયુક્ત નિવેદનમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીએ સ્પષ્ટતા કરી હતી કે યોગી ડિવાઇન સોસાયટીના અધિષ્ઠાતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અક્ષરધામગમન બાદ વારસદાર નક્કી કરવા કોઈ જ બેઠકનું આયોજન કરવામાં આવ્યું ન હતું.

Next Story