Connect Gujarat
ગુજરાત

લો બોલો, લગ્નની ભાગદોડથી બચવા હવે ડિજિટલ કંકોત્રી, બેંકના ATM જેટલી જ સાઈઝ

લો બોલો, લગ્નની ભાગદોડથી બચવા હવે ડિજિટલ કંકોત્રી, બેંકના ATM જેટલી જ સાઈઝ
X

ડિજિટલ કંકોત્રીમાં કેસલેશ ચાંદલો કરવાની સુવિધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નાને સાકાર કરવાના સંકલ્પથી ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના યુવાને ડિજિટલ લગ્ન કંકોત્રી બનાવી છે. ડિજિટલ કંકોત્રી જાણે બેંકનું ATM હોય તેવી જ દેખાઈ છે.

કંકોત્રીમાં મોબાઈલના માધ્યમથી કયુઆર કોડ઼ સ્કેન કરવાની સાથે લગ્ન પ્રસંગની પીડીએફ ફાઈલ ખુલે છે અને સાથે સાથે જેમાં એડ કરાયેલા મોબાઈલ નંબરના માધ્યમ દ્વારા લગ્નનો ચાંદલો પણ ઓનલાઈન લખાવી શકાય તેવી સુવિધા પુરી પાડવામાં આવી છે.

આશિષના લગ્ન 11 ડિસેમ્બરના રોજ થવાના છે. લગ્નની ભાગદોડથી બચવા માટે આશિષે ડિજિટલ કંકોત્રી બનાવી છે. તમે જે કાર્ડને જોઈ રહ્યા છે તે કંઈ વિઝિંટીંગ કાર્ડ નથી પણ ડિજિટલ કંકોત્રી છે. ડિજિટલ કંકોત્રી જોઈને આશિષના સગાઓ પણ દંગ રહી ગયા હતાં. વીઓ-2 સ્માર્ટ કાર્ડમાં છાપવામાં આવેલો કયુઆર કોડ સ્કેન કરતાની સાથે લગ્નના પ્રસંગોની પીડીએફ ફાઈલ ખુલે છે. એટલુ જ નહીં કંકોત્રીમાં કેશલેશ ચાંદલો કરવાની પણ એપ્લીકેશન ઉપલબ્ધ છે. જેમાં કેસ લેસ પદ્ધતિથી ઓનલાઈન ચાંદલો લખાવી શકાય છે. આશિષના સગાઓએ આ પ્રકારની ડિજિટલ કંકોત્રી આજદિન સુધી જોઈ નથી. આશિષે આ પ્રકારની કંકોત્રી જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઈન્ડિયાનું સ્વપ્નને સાકાર કર્યુ હોવાની આશિષના સગા સંબંધીઓમાં ચર્ચાએ જોર પકડયું છે.

Next Story