Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ ધોળીકૂઈ વિસ્તારમાં જામ્યું કિચડનું સામ્રાજ્ય, બિમારીનો ફેલાયો ભય

ભરૂચઃ ધોળીકૂઈ વિસ્તારમાં જામ્યું કિચડનું સામ્રાજ્ય, બિમારીનો ફેલાયો ભય
X

પાલિકા તંત્ર દ્વારા સત્વરે આ કિચડને દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ કરી માંગ

ભરૂચ શહેરનાં ધોળીકૂઈ વિસ્તારમાં રસ્તામાં ભારે કિચડનું સામ્રાજ્ય સર્જાતાં વાહન ચાલકો અને સ્થાનિક રહિશો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સાથે આ કિચડનાં કારણે ગંદકીનું સામ્રાજ્ય ખડું થતાં બિમારીનાં એંધાણ વર્તાઈ રહ્યા છે. જેથી આ કિચડના સામ્રાજ્યને સત્વરે દુર કરવાની માંગ સ્થાનિક રહિશો દ્વારા કરવામાં આવી છે.

[gallery td_gallery_title_input="કિચડનું સામ્રાજ્ય" size="large" td_select_gallery_slide="slide" ids="63817,63818,63819,63820,63821,63822,63823,63824"]

ભરૂચ નગર પાલિકા તંત્ર વિકાસનાં કામોને લઈ સતત ચર્ચામાં અને વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે. ત્યારે વિવિધ વિસ્તારનાં લોકો તેમની સમસ્યાઓને લઈને પાલિકા તંત્ર ઉપર રોષ ઠાલવી રહી છે. સાથે પાલિકાના અણઘડ વહિવટના પગલે લોકોને વિવિધ સમસ્યાઓનો સામનો કરવાનો વખત આવે છે. હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. સાથે ભરૂચમાં મેળાનો પણ માહોલ ચાલી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે. ત્યારે ધોળીકૂઈ વિસ્તારનાં માર્ગો કિચડથી ખદબદી રહ્યા છે. કિચડના સામ્રાજ્યનાં કારણે ગંદકી ફેલાઈ રહી છે. જેથી સ્થાનિક રહિશોની માંગ છે કે સત્વરે પાલિકા તંત્ર દ્વારા આ કિચડને દૂર કરવામાં આવે.

Next Story