ભરૂચ : નારાયણ વિદ્યાલય ખાતે જ્ઞાનોત્સવ અંતર્ગત 661 વિદ્યાર્થીઓ દ્વારા 525 પ્રોજેક્ટ પ્રદર્શિત કરાયા

બાળકમાં કોઈને કોઈ વિશિષ્ટ શક્તિ છુપાયેલી હોય છે, ત્યારે તેમની આંતરિક શક્તિ બહાર લાવી તેને ખીલવવી તથા જ્ઞાનનું આદાન-પ્રદાન થાય તેવા આશય સાથે પ્રોજેક્ટ પ્રદર્શન સહિત જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલય ખાતે આયોજન

  • નારાયણ વિદ્યાલયમાં જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું

  • વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયોના પ્રોજેકટ પ્રદર્શિત કરાયા

  • ધો. 1થી 5ના 661 વિદ્યાર્થીઓએ 525 પ્રોજેકટ પ્રદર્શિત કર્યા

  • મહાનુભાવો સહિતના વાલીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો આધારિત પ્રોજેકટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

પ્રત્યેક બાળકમાં કોઈને કોઈ વિશિષ્ટ શક્તિ છુપાયેલી હોય છેત્યારે તેમની આંતરિક શક્તિ બહાર લાવી તેને ખીલવવી તથા જ્ઞાનનું આદાન-પ્રદાન થાયવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસેકોમ્યુનિકેશન અને પ્રેઝન્ટેશન માટે સ્કીલ ખીલે અને અનુભવ દ્વારા જ્ઞાન મેળવે તેવા શુભ આશય સાથે ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે પ્રોજેક્ટ પ્રદર્શન સહિત જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગ ધો. 1થી 5ના 661 વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો આધારિત 525 પ્રોજેકટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ પ્રદર્શનનું ઉપસ્થિત મહાનુભાવો સહિત વાલીઓ અને અન્ય આમંત્રિતોએ મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર આયોજનને ડાયરેક્ટર ડો. ભગુ પ્રજાપતિગુજરાતી માધ્યમના આચાર્ય જીજ્ઞેશ જોષીઅંગ્રેજી માધ્યમના આચાર્યા વિદ્યા રાણાના માર્ગદર્શન  હેઠળ કરવામાં આવ્યું હતું.