New Update
ભરૂચમાં પરીક્ષાનો પ્રારંભ
પૂરક પરીક્ષાનો થયો પ્રારંભ
ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ
5 હજાર પરિક્ષાર્થીઓ નોંધાયા
શાંતિપૂર્ણ માહોલમાં યોજાય પરીક્ષા
સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે.
ભરૂચમાં 19 પરીક્ષા કેન્દ્ર પર આજથી ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં આજે ધોરણ-10નું પ્રથમ ભાષાનું જ્યારે 12 વિજ્ઞાન પ્રવાહનું ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું આંકડાશાસ્ત્ર, ભૂગોળની પરીક્ષા લેવાય હતી. ભરૂચ જિલ્લામાંથી ધોરણ-10 ના 2640 વિદ્યાર્થીઓ 12 સામાન્ય પ્રવાહમાં 1290 વિદ્યાર્થીઓ અને 12 વિજ્ઞાન પ્રવાહમાં 910 પરીક્ષાથીઓ પૂરક પરીક્ષા આપી રહ્યા છે.ઉલેખનીય છે કે, જે વિદ્યાર્થીઓના પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા હતા. તે વિદ્યાર્થીઓને પરિણામ વધુ લાવવામાં માટે એક તક મળી છે.