ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર, કુલ 65.58% પરિણામ જાહેર થયું

ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. બોર્ડના પરિણામની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થશે..

New Update

ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. બોર્ડના પરિણામની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થશે.. ધો.12 સાયન્સનું કુલ 65.58% પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં 72.27% અને બી ગ્રુપમાં 61.71% પરિણામ આવ્યું છે. સૌથી વધુ 90.41% સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે અને લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22% રિઝલ્ટ આવ્યું છે. સૌથી વધુ 83.22% પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. ગુજરાતી માધ્યમનું 65.32% અને અંગ્રેજી માધ્યમનું 67.18% પરિણામ આવ્યું છે.આ વર્ષે ખાસ વ્હોટ્સએપ નંબર 6357300971 જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સીટ નંબર મેસેજ કરવાથી પણ પરિણામ મેળવી શકો છો. સૌપ્રથમ વખત મેના પહેલા વીકમાં આજે ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું છે.

Advertisment