ભરૂચ : તમામ તાલુકા મથકો પર સિવિલ ડિફેન્સની તાલીમનો આજથી પ્રારંભ, ઉત્સાહભેર લોકો જોડાયા

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ સહિત તમામ તાલુકા મથકો ઉપર આજથી સિવિલ ડિફેન્સની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.

New Update

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા કરાયુ આયોજન

સિવિલ ડિફેન્સ અંગેની તાલીમ યોજાય

તમામ તાલુકા મથકો પર આયોજન

લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

અધિકારીઓએ પણ આપી હાજરી

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ સહિત તમામ તાલુકા મથકો ઉપર આજથી સિવિલ ડિફેન્સની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.
ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત આજરોજ ભરૂચ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે સિવીલ ડીફેન્સ કાર્યક્રમનું આયોજન જે.પી. આર્ટસ કોલેજ ભોલાવ ખાતે કરાયું હતું.આ તાલીમમાં નાયબ કલેક્ટર નીકુંજ પેટલ દ્નારા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પધ્ધતિઓથી વાકેફ કરવાનો છે. સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાજે અમૂલ્ય તકનો લાભ લઇ તાલીમમાં જોડાવા માટે તેમણે આહવાન કર્યું હતું.આ તાલીમમાં પ્રાંત અધિકારી મનીષા મનાણી, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી, તાલુકા વિકાસ અધિકારી લાડુમોર, તેમજ એનસીસી કેડેટ્સ, વિદ્યાર્થીઓ, ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories