Connect Gujarat
શિક્ષણ

ડાંગ : SSC/HSC પરીક્ષાના ઉમેદવારો જોગ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરાયું ખાસ સૂચન

ડાંગ : SSC/HSC પરીક્ષાના ઉમેદવારો જોગ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરાયું ખાસ સૂચન
X

રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ આગામી તારીખ ૧૫થી ૨૮ જુલાઈ, ૨૦૨૧ દરમ્યાન યોજાનારી SSC અને HSC પરીક્ષાના પરીક્ષાર્થીઓ માટે સાંપ્રત કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઈને કેટલીક માર્ગદર્શક સૂચનાઓ જારી કરવામાં આવી છે. જેનો વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરવામા આવી છે.

ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી મણીલાલ ભુસારા તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર તા. ૧૫/૭/૨૦૨૧થી ૨૮/૭/૨૦૨૧ દરમ્યાન સવારના ૧૦થી સાંજના ૬:૩૦ વાગ્યા સુધી ડાંગ જિલ્લાના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર SSC/HSC (વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ) પરીક્ષાના રીપીટર, પૃથ્થક, અને ખાનગી ઉમેદવારોની પરીક્ષા યોજાનાર છે.

જેમાં પરીક્ષાર્થીઓએ ફરજીયાતપણે માસ્ક પહેરીને જ પરીક્ષામાં ઉપસ્થિત થવા સાથે, પરીક્ષા કેન્દ્રના મુખ્ય દરવાજા પાસે પરીક્ષાર્થીઓ તથા તેમના વાલીઓને બિનજરૂરી ભીડ ન કરતા, પરસ્પર ૬ ફૂટનુ અંતર જાળવવા, બિનજરૂરી રીતે દીવાલો, રેલીંગ, દાદર જેવી ચીજવસ્તુઓને અડકવાથી દુર રહેવા, પરીક્ષા સ્થળ, મેદાન, લોબી વિગેરેમાં ટોળા સ્વરૂપે એકત્ર ન થવા, પરીક્ષા બાદ શિસ્તબદ્ધ રીતે પરીક્ષા સ્થળ છોડવા અને પરીક્ષાર્થીઓ પારદર્શક પાણીની બોટલ સાથે પરીક્ષા ખંડમા પ્રવેશે તે સુનિશ્ચિત કરવા બાબતે કાળજી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Next Story