ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણમંત્રી જીતું વાઘાણીની મોટી જાહેરાત
કોરોનાની બીજી લહેર સામાન્ય થતા રાજ્યમાં છેલ્લા લગભગ ત્રણેક મહિનાથી શાળા પૂર્વવત કરવામાં આવી છે.

કોરોનાની બીજી લહેર સામાન્ય થતા રાજ્યમાં છેલ્લા લગભગ ત્રણેક મહિનાથી શાળા પૂર્વવત કરવામાં આવી છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી વાલીઓ અને વિદ્યાર્થીઓને માંગ હતી કે અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવે. ત્યારે આજે રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 9, 10 અને 12 ના વિદ્યાર્થીઓને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય અંગે માહિતી આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ધોરણ 9, 10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 9, 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે NEET જેવી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ એક વર્ષ માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધોરણ 9, 10 અને 12 ના હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાના બદલે 30 ટકા પુછાશે. અને 80 ટકાના બદલે 70 ટકા વરણાત્મક પ્રશ્ન પૂછવામાં આવશે. અત્યાર સુધી પરીક્ષામાં હેતુલક્ષી 20 ટકા અને વર્ણનાત્મક 80 ટકા પ્રશ્ન પૂછાતા હતા ત્યારે વિદ્યાર્થી તણાવ મુક્ત રહે અને પરીક્ષા સરળતાથી આપી શકે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, આ નિર્ણયનો લાભ 29 લાખ 75 હજાર વિદ્યાર્થીઓને મળશે.