ભરૂચ: હાંસોટના ઇલાવની R.K.વકીલ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલમાં પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે  ગુજરાત તકેદારી આયોગમાં અંડર સેક્રેટરી ચિંતન મૂલ્યાણા વિશેષ ઉપસ્થિત રહ્યા

New Update
RK Vakil High School
હાલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલમાં પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે  ગુજરાત તકેદારી આયોગમાં અંડર સેક્રેટરી ચિંતન મૂલ્યાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Save The Earth

આ પ્રસંગે શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપાણ પણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં બિરલા સેલ્યુલોઝીક કંપનીમાં વાઇઝ પ્રેસિડેન્ટ સી.એસ.આર. જીતેન્દ્ર પટેલ,જનરલ મેનેજર રાજદીપસિંહ, આદર્શ કેળવણી મંડળના ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ, મંત્રી ભગવતીભાઈ  પટેલ, ટ્રસ્ટી  જયેશભાઈ  પટેલ, સલાહકાર  રાજેન્દ્રસિંહ કઠવાડિયા તથા આચાર્ય ધર્મેશ  જોશી તેમજ શાળાએ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Kanya Kelavani

Latest Stories