New Update
અક્ષય કુમારનાં માતા અરુણા ભાટિયાના અંતિમસંસ્કાર આજે (8 સપ્ટેમ્બર) મુંબઈના વિલેપાર્લે સ્થિત પવનહંસ સ્મશાનમાં કરવામાં આવ્યાં હતાં. અક્ષય કુમાર અંતિમસંસ્કાર બાદ સાવ સૂનમૂન જોવા મળ્યો હતો. અરુણા ભાટિયાના અંતિમસંસ્કારમાં પરિવાર ઉપરાંત ડિરેક્ટર રોહિત શેટ્ટી, સાજિદ ખાન, રમેશ તૌરાણી, રિતેશ દેશમુખ, કરન કાપડિયા, આર. બાલ્કી, મુરાદ ખૈતાની, કનિકા ધિલ્લોન સહિતના સેલેબ્સ આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે તેમને 3 સપ્ટેમ્બરના રોજ હીરાનંદાની હોસ્પિટલમાં ICUમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. તેઓ 77 વર્ષનાં હતાં. તેમને શુગરની સમસ્યા રહેતી હતી. અક્ષય કુમાર 6 સપ્ટેમ્બરના રોજ લંડનથી ભારત પરત આવ્યો હતો. ભારત આવ્યા બાદ અક્ષય કુમારે સો.મીડિયામાં પોતાની મમ્મી માટે દુઆ કરવાનું કહ્યું હતું.