Connect Gujarat
મનોરંજન 

આરબ દેશોએ "ડૉક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઑફ મેડનેસ" પર પ્રતિબંધ, કારણ જાણીને લાગશે નવાઈ

માર્વેલ સ્ટુડિયોની બહુપ્રતિક્ષિત ફિલ્મ "ડૉક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઑફ મેડનેસ" પર સાઉદી અરેબિયા અને અન્ય કેટલાક આરબ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આરબ દેશોએ ડૉક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઑફ મેડનેસ પર પ્રતિબંધ, કારણ જાણીને લાગશે નવાઈ
X

માર્વેલ સ્ટુડિયોની બહુપ્રતિક્ષિત ફિલ્મ "ડૉક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઑફ મેડનેસ" પર સાઉદી અરેબિયા અને અન્ય કેટલાક આરબ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. "ડૉક્ટર સ્ટ્રેન્જ" સિક્વલ 5 મેના રોજ સાઉદી અરેબિયા અને અન્ય ગલ્ફ દેશોમાં થિયેટરોમાં આવવાની હતી, જે 6 મેના રોજ યુએસમાં રિલીઝ થવાની હતી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉદી અરેબિયાના સેન્સર બોર્ડે હજુ સુધી બેનેડિક્ટ કમ્બરબેચની આગેવાની હેઠળની સુપરહીરો ફિલ્મને વિતરણ પ્રમાણપત્ર આપ્યું નથી.

સુત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે સમલૈંગિક પાત્રના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ફિલ્મમાં અમેરિકા ચાવેઝ નામનું પાત્ર (ઝોચિટલ ગોમેઝ દ્વારા ભજવવામાં આવેલ) કોમિક્સ અનુસાર ગે છે. ખરેખર, ગલ્ફ દેશોમાં સમલૈંગિકતાને પ્રોત્સાહન આપવામાં આવતું નથી, તેથી જ LGBTQ વિષય પર બનેલી ફિલ્મોને સેન્સર બોર્ડ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવતું નથી. 'ડૉક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઑફ મેડનેસ' પહેલાં માર્વેલની 'ધ એટરનલ' પર પણ સાઉદી અરેબિયામાં પ્રતિબંધ હતો.

Next Story