Connect Gujarat
મનોરંજન 

આર્યન ખાનને આજે પણ ન મળ્યા જામીન; આવતીકાલ માટે સુનાવણી સ્થગિત

આર્યન ખાનને આજે પણ ન મળ્યા જામીન; આવતીકાલ માટે સુનાવણી સ્થગિત
X

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી થઈ હતી પરંતુ કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. આર્યન ખાનની જામીન અરજી પર આવતીકાલે ફરી સુનાવણી કરવામાં આવશે. બોમ્બે હાઈકોર્ટમાં સીનિયર વકીલ મુકુલ રોહતગીએ પોતાની દલીલો કરી હતી. NCBએ આર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

હાઇકોર્ટમાં જવાબ દાખલ કરીને NCBએ કહ્યું હતું કે જામીન મળી તો આર્યન ખાન પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. આર્યન ખાન વિદેશ ભાગી શકે છે. આર્યનના વકીલે કહ્યું છે કે ડ્રગ્સકેસમાં સાક્ષી પ્રભાકરને એફિડેવિટ સાથે તેમને કોઈ લેવા-દેવા નથી. પ્રભાકરે આર્યનકેસમાં 18 કરોડ ડીલ થઈ હોવાની વાત કહી છે.

મુકુલ રોહતગીએ કોર્ટમાં કહ્યું હતું કે આ સમ્રગ કેસ 2 ઓક્ટોબરથી શરૂ થયો હતો. આર્યન ક્રૂઝ પાર્ટીનો કસ્ટમર નહોતો. તે એક સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવ્યો હતો. તેને પ્રતીક ગાબા નામની વ્યક્તિએ બોલાવ્યો હતો. પ્રતીક ઇવેન્ટ મેનેજર હોવાનું કહે છે. મુકુલ રોહતગીએ કહ્યું હતું, આર્યન તથા અરબાઝ 2 ઓક્ટોબરે બપોરે ક્રૂઝ ટર્મિનલ પર ગયા હતા. NCBના કેટલાંક લોકો પહેલેથી જ ટર્મિનલ પર હાજર હતા. તેમની પાસે ઈન્ફર્મેશન હતી. તેમના ક્લાયન્ટ આર્યન તથા અરબાઝને ક્રૂઝ પર આવે તે પહેલાં જ પકડી લેવામાં આવ્યા હતા. તેમના ક્લાયન્ટ પાસેથી કંઈ જ મળ્યું નથી. ડ્રગ્સ લીધું હોવાની વાત પણ સાબિત થઈ નથી. હજી સુધી તેનો કોઈ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો નથી.

મુંબઈની સ્પેશિયલ NDPS કોર્ટે 20 ઓક્ટોબરના રોજ જામીન અરજી ફગાવી દીધી હતી. વીવી પાટીલે આર્યન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી. જેલમાં આર્યનને કેદી નંબર 956 છે. આર્યનની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી 21 ઓક્ટોબરના રોજ પૂરી થઈ હતી અને ત્યાર બાદ કોર્ટે 30 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારી હતી.

Next Story