ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે પાલેજમાં IPLની મેચ પર સટ્ટો રમતા આરોપીની કરી ધરપકડ, એક આરોપી વોન્ટેડ

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ હાલમાં જ પૂર્ણ થયેલ IPL ઇન્ડીયન પ્રિમીયર લીગ ક્રીકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫ અંતર્ગત ક્રીકેટ સટ્ટો રમાવાની

New Update
bh IPL
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ હાલમાં જ પૂર્ણ થયેલ IPL ઇન્ડીયન પ્રિમીયર લીગ ક્રીકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫ અંતર્ગત ક્રીકેટ સટ્ટો રમાવાની શક્યતાઓને ધ્યાને લઇ આવી અસામાજિક પ્રવૃતિઓ રોકવા ભુતકાળમાં કીકેટ સટ્ટામાં પકડાયેલ ઇસમો ઉપર વોચ રાખી ગુનાહીત જણાયેથી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપી હતી.
ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આઈ.પી.એલ.ની ફાયનલ મેચ પર પાલેજ મુખ્ય બજારમાં જનતા હાર્ડવેર નામની દુકાન સામે મોબાઇલમાં વાતચીત કરી IPL ફાઇનલ મેચ ઉપર રનફેર લાઇવ સ્કોર ઉપર રમાતો ક્રીકેટ સટ્ટા અંગેની જુગારની સફળ રેઇડ કરી આરોપી આરીફ આદમ પટેલ રહે. નવી નગરી પાલેજ તા.જી.ભરૂચને ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂપીયા, મોબાઈલ મળી કુલ કિંમત રૂ.૧૭,૬૦૦/- મુદ્દામાલ સાથે ઝડપી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.