Connect Gujarat
મનોરંજન 

બજરંગી ભાઈજાનની 'મુન્ની' કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળી , વિડિયો દ્વારા જન્માષ્ટમીની પાઠવી શુભેચ્છા.

શ્રી કૃષ્ણનો જન્મદિવસ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીના આ શુભ અવસર પર દરેક વ્યક્તિ ભગવાન કૃષ્ણની ભક્તિમાં મગ્ન છે

બજરંગી ભાઈજાનની મુન્ની કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળી , વિડિયો દ્વારા જન્માષ્ટમીની પાઠવી શુભેચ્છા.
X

શ્રી કૃષ્ણનો જન્મદિવસ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીના આ શુભ અવસર પર દરેક વ્યક્તિ ભગવાન કૃષ્ણની ભક્તિમાં મગ્ન છે. બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ પણ તેમના ફેન્સને જન્માષ્ટમીની શુભકામનાઓ આપી રહ્યા છે. આ બધાની વચ્ચે કૃષ્ણ જન્માષ્ટમી પર સલમાન ખાનની ફિલ્મ 'બજરંગી ભાઈજાન'માં મુન્નીનો રોલ કરીને લોકોના દિલ પર રાજ કરનાર હર્ષાલી મલ્હોત્રાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હર્ષાલી મલ્હોત્રાનો ડાન્સ જોયા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

હર્ષાલી મલ્હોત્રાએ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં હર્ષાલી કાન્હાના ભક્તિ ગીત 'શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી' પર ડાન્સ કરી રહી છે. હર્ષાલી મલ્હોત્રા ગુલાબી રંગના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તે તેના ડાન્સિંગ કૌશલ્યથી ચાહકોને પ્રભાવિત કરતી જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરીને હર્ષાલીએ તેના ચાહકોને કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ પણ પાઠવી હતી. તેણે વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું, 'શ્રી કૃષ્ણ ગોવિંદ, હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ

Next Story