Connect Gujarat
મનોરંજન 

ફિલ્મી દુનિયાના પહેલાં સુપરસ્ટાર રાજેશ ખન્નાના જીવન પર બનશે બાયોપિક: ફિલ્મ મેકરે અભિનેતાની શોધ શરૂ કરી

છેલ્લા થોડા સમયથી બોલીવુડમાં લોકોના જીવન પર ફિલ્મો એટલે કે બાયોપિક બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

ફિલ્મી દુનિયાના પહેલાં સુપરસ્ટાર રાજેશ ખન્નાના જીવન પર બનશે બાયોપિક: ફિલ્મ મેકરે અભિનેતાની શોધ શરૂ કરી
X

છેલ્લા થોડા સમયથી બોલીવુડમાં લોકોના જીવન પર ફિલ્મો એટલે કે બાયોપિક બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ફિલ્મી દુનિયાના પહેલાં સુપરસ્ટાર એટલે કે, રાજેશ ખન્નાના જીવન પર ફિલ્મ બનાવવાનું એલાન થઈ ગયું છે. જે ફિલ્મ જાણીતા ફિલ્મ મેકર નિખિલ દ્વિવેદીએ આ જાણકારી આપી છે.

દેશના સૌથી આઈકોનિક સ્ટારના રૂપમાં પોતાનું સ્થાન બનાવનારા એક્ટર અને કાકાના નામથી મશહૂર રાજેશ ખન્નાના જીવનને પડદા પર બતાવવા માટે નિખિલ દ્વિવેદીએ જવાબદારી લીધી છે. રાજેશ ખન્ના ભારતીય સિનેમાના એક એવા સુપરસ્ટાર હતા જેમને દર્શકો અને ફેન્સને ખુબ જ પ્રેમ આપ્યો હતો. જતિન ખન્નાના નામ પર જન્મેલા, ઇન્ડસ્ટ્રીમાં લોકો અભિનેતાને કાકા કહીને બોલાવતા હતા.રાજેશ ખન્નાએ ડિમ્પલ કાપડિયા સાથે માર્ચ 1973માં લગ્ન કર્યા ત્યારે તેણે લાખો દિલો તોડી નાખ્યા હતા.

નિખિલ દ્વિવેદીએ ગૌતમ ચિંતામણીનું પુસ્તક ડાર્ક સ્ટારઃ ધ લોનલનેસ ઓફ બીઈંગ રાજેશ ખન્નાના રાઈટ્સ મેળવી લીધા છે. આ પુસ્તક એક બેસ્ટ સેલર છે.જાણીતા નિર્દેશક ફરાહ ખાન આ ફિલ્મનું દિગ્દર્શન કરશે તેવા અહેવાલો છે. હવે ચાહકો રાહ જોઈ રહ્યા છે કે આખરે રાજેશ ખન્નાનું પાત્ર કોણ ભજવશે? એમાં કોઈ શંકા નથી કે કોઈપણ અભિનેતા માટે ભારતના એકમાત્ર સુપરસ્ટારની ભૂમિકા ભજવવી સરળ નહીં હોય. નિર્માતાઓએ ફિલ્મ માટે મુખ્ય અભિનેતાની શોધ શરૂ કરી દીધી છે.

Next Story