અક્ષય કુમારના સેટ પર શૂટિંગ દરમિયાન યુવક કિલ્લા પરથી 100 ફૂટ નીચે પડતાં માથા ને છાતીમાં ગંભીર ઈજા, તબિયત નાજુક

અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ 'વેદત મરાઠે વીર દૌડે સાત' હાલમાં ચર્ચામાં છે. આ ફિલ્મના સેટ પર તાજેતરમાં મોટી દુર્ઘટના બની હતી.

New Update
અક્ષય કુમારના સેટ પર શૂટિંગ દરમિયાન યુવક કિલ્લા પરથી 100 ફૂટ નીચે પડતાં માથા ને છાતીમાં ગંભીર ઈજા, તબિયત નાજુક

અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ 'વેદત મરાઠે વીર દૌડે સાત' હાલમાં ચર્ચામાં છે. આ ફિલ્મના સેટ પર તાજેતરમાં મોટી દુર્ઘટના બની હતી. શૂટિંગ દરમિયાન 19 વર્ષીય યુવક નાગેશ ખોબરે કિલ્લા પરથી 100 ફૂટ નીચે પડ્યો હતો.

શનિવાર, 18 માર્ચે રાતના નવ વાગે પન્હાલગઢના કિલ્લા પર શૂટિંગ થતું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નાગેશ શૂટિંગમાં આવેલા ઘોડાની દેખરેખ રાખતો હતો. આ સમયે તે ફોન પર વાત કરતો હતો અને કિલ્લા પર હતો. ફોન પર વાત કર્યા બાદ તે કિલ્લા પરથી નીચે આવતો હતો અને આ દરમિયાન બેલેન્સ ગુમાવતા તે સીધો નીચે પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઘટના બાદ નાગેશને માથા ને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ છે. નાગેશને કોલ્હાપુર લઈ જવામાં આવ્યો હતો અને અહીંયા પહેલાં સરકારી અને પછી ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પન્હાલગઢ પોલીસ આવી હતી, પરંતુ પોલીસ કે મહેશ માંજરેકરની ટીમ તરફથી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. સૂત્રોના મતે યુવક ગંભીર રીતે નાજીક છે.