આર્યનની ધરપકડ બાદ શાહરૂખ ખાન પ્રથમવાર દીકરાને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યા

ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ આર્યન ખાનને મળવા શાહરુખ ખાન આજે જેલ પહોંચ્યો છે. આર્યન ખાનની ધરપકડ પછી શાહરુખ ખાન પહેલીવાર તેને મળવા આવ્યો છે.

New Update

ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ આર્યન ખાનને મળવા શાહરુખ ખાન આજે જેલ પહોંચ્યો છે. આર્યન ખાનની ધરપકડ પછી શાહરુખ ખાન પહેલીવાર તેને મળવા આવ્યો છે. બંને વચ્ચે 15 મિનિટ સુધી મુલાકાત થઈ હતી.ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આરોપી આર્યન ખાનની જામીન અરજી બુધવારે ફરી ફગાવી દેવામાં હતી.

આર્યનના વકીલ અમિત દેસાઈ અને સતીશ માનશિંદે જસ્ટિલ નીતિન સાંબરે કોર્ટ રૂમમાં જામીન માટે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધી હાઈકોર્ટની બેન્ચ ઉઠી ગઈ હતી. હવે હાઈકોર્ટમાં આજે આ વિશે સુનાવણી કરાશે. ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનને બુધવારે કોર્ટે જામીન આપવાની ના પાડી દીધી હતી. વીવી પાટીલે આર્યન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી. જેલમાં આર્યનને કેદી નંબર 956 છે.

Latest Stories