Connect Gujarat
મનોરંજન 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નટુકાકાની વસમી વિદાય, કેન્સરથી હતાં પિડીત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકાની વસમી વિદાય, કેન્સરથી હતાં પિડીત
X

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકમાં નટુકાકાનું પાત્ર ભજવતાં કલાકાર ઘનશ્યામ નાયકનું કેન્સરની બિમારીના કારણે મોત થયું છે. તેમની વસમી વિદાયથી કલાજગતને ન પુરાય તેવી ખોટ પડી છે.

નટુકાકાના પાત્રથી તેમણે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. નટવરલાલ પ્રભાશંકર ઉધાઈવાલા ઉર્ફે ઘનશ્યાન નાયક સ્વાસ્થ્યને લગતી તકલીફથી પીડાઈ રહ્યા હતાં.. નટુ કાકાને થોડા મહિના પહેલા કેન્સર થયું હોવાની જાણ થઈ હતી અને તેમની સારવાર હાલ ચાલી રહી હતી. બીમારીમાં પણ તેઓ કામને પ્રાથમિકતા આપીને શૂટિંગ કરી રહ્યા હતા. ઘનશ્યામ નાયકના દીકરાએ અગાઉ આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'એપ્રિલમાં જ્યારે મારા પિતાના ગળાનું પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેનિંગ કરાવ્યું તો તેમાં કેટલાક સ્પોટ્સ નજર આવ્યા હતા. જો કે, તે સમયે તેમને કોઈ પ્રકારની તકલીફ થઈ રહી ન હતી. 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સોશીયલ મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની માહિતી તેમના ફેન્સને આપી હતી. નટુકાકાના નિધનના સમાચાર મળ્યાં બાદ તેમના સ્વજનો મહેસાણાથી મુંબઇ જવા રવાના થઇ ગયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્સરની બિમારીમાંથી સાજા થયા બાદ નટુકાકા અંબાજી ખાતે આવ્યાં હતાં અને જગત જનની મા જગદંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું.

Next Story